Home /News /national-international /દિલ્હી: MCD ચૂંટણીમાં ભાજપની હાર બાદ પાર્ટી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આપ્યું રાજીનામું

દિલ્હી: MCD ચૂંટણીમાં ભાજપની હાર બાદ પાર્ટી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આપ્યું રાજીનામું

આદેશ ગુપ્તાની ફાઇલ તસવીર

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની હાર બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ, આદેશ ગુપ્તાએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેપી નડ્ડાએ તેમનું રિઝાઈન સ્વીકારી લીધું છે.

વધુ જુઓ ...
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની હાર બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ, આદેશ ગુપ્તાએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેપી નડ્ડાએ તેમનું રિઝાઈન સ્વીકારી લીધું છે.

MCD ચૂંટણીમાં ભાજપે 250 વોર્ડમાંથી 104 બેઠકો જીતી હતી. જ્યારે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીને 134 બેઠકો મળી હતી. એમસીડીની ચૂંટણીમાં ભાજપ એવી સીટ પણ જીતી શકી ન હતી જ્યાં આદેશ ગુપ્તા રહે છે. આ અંગે આદેશ ગુપ્તાએ કહ્યું હતું કે આ વિસ્તારો સાંસદો અને ધારાસભ્યોના હોય છે.

આ પણ વાંચોઃ જે મહિલાની હત્યાના કેસમાં 7 વર્ષ સુધી જેલવાસ કર્યો, તે બીજા સાથે જલસા કરતી ઝડપાઈ

આદેશ ગુપ્તા MCDના વોર્ડ નંબર 141ના રાજેન્દ્ર નગરમાં રહે છે. અહીંથી આમ આદમી પાર્ટીની આરતી ચાવલા જીતી છે. જો કે આદેશ ગુપ્તા છેલ્લી ઘડી સુધી પોતાની જીતનો દાવો કરતા રહ્યા. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે અંતિમ પરિણામ આવશે ત્યારે બધું સ્પષ્ટ થઈ જશે.

આદેશ ગુપ્તાએ કહ્યું હતું કે ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણી મુદ્દાઓ પર લડી હતી. 15 વર્ષ પછી પણ અમારું પ્રદર્શન સારું રહ્યું. દિલ્હીની જનતાએ પણ ભાજપમાં વિશ્વાસ દર્શાવ્યો છે. એવું નથી કે સમગ્ર સમર્થન આમ આદમી પાર્ટીને આપવામાં આવ્યું છે.

MCD ચૂંટણીના પરિણામો બાદ આદેશ ગુપ્તાએ આમ આદમી પાર્ટીને ઘેરી લીધી અને કહ્યું કે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો વિસ્તાર સાફ થઈ ગયો છે. આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારા વિસ્તારમાં પણ ભાજપનો સફાયો થઈ ગયો છે ત્યારે ગુપ્તાએ કહ્યું હતું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાસે કોઈ વિસ્તાર નથી. મતવિસ્તાર સાંસદો અને ધારાસભ્યોના હોય છે. અમે આખી દિલ્હીના પ્રમુખ છીએ અને દિલ્હીના પ્રમુખ હોવાથી આખી દિલ્હીમાં કામ કરીએ છીએ.
First published:

Tags: BJP leaders, JP Nadda, Resigns