Home /News /national-international /2021માં બંગાળમાં 250થી વધારે બેઠક જીતવાની તૈયારીમાં બીજેપી!

2021માં બંગાળમાં 250થી વધારે બેઠક જીતવાની તૈયારીમાં બીજેપી!

પ્રતિકાત્મક તસવીર

ટીએમસીનું કહેવું છે કે 2021માં પણ તૃણમૂલનો ઝંડો લહેરાશે અને રાજ્યમાં સત્તા પર આવવાનું બીજેપીનું સપનું રોળાશે.

તાજેતરમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ પશ્ચિમ બંગાળમાં સારું પ્રદર્શન કર્યું છે. લોકસભાની ચૂંટણીમાં મળેલી શાનદાર જીતથી ઉત્સાહિત થઈને બીજેપી 2021માં પ્રસ્તાવિત વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. 294 સભ્યો ધરાવતી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બીજેપીએ 250 બેઠક જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં 42માંથી 18 બેઠક જીત્યા બાદ બીજેપી 2021 માટે ખાસ પ્લાન તૈયાર કરી રહી છે. આ માટે ખાસ રણનીતિ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ છોડીને પાર્ટીમાં આવવા માંગતા લોકોની પસંદગી પણ સામેલ છે. લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 22 બેઠક જીતી છે.

તૃણમૂલ કોંગ્રેસના બાંગ્લા ગૌરવના મુદ્દા સામે બીજેપી બંગાળીયોના હિતનો મુદ્દો ઉઠાવશે. 2021માં બીજેપીનું મુખ્ય હથિયાર રોજગારીનું સર્જન, ઔદ્યાગિકરણ અને નાગરિક માટે રાષ્ટ્રીય નાગરિક નોંધણી (એનઆરસી) હશે. જેનાથી ગેરકાયદે રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓને ખદેડી શકાય.

તૃણમૂલ કોંગ્રેસ બીજેપીને ટક્કર આપવા તૈયાર

સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ બીજેપીની આ યોજના પર ખાસ ધ્યાન નથી આપી રહી. ટીએમસીનું કહેવું છે કે 2021માં પણ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસની જ સરકાર બનશે. સામાન્ય ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં બીજેપીના પક્ષમાં 40.5 ટકા મતો પડ્યા હતા, હાલ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં તૃણમૂલ કોંગ્રેસના છ ધારાસભ્ય છે.

બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અને પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ કે, "લોકસભાની ચૂંટણીમાં અમે 23 બેઠકનું લક્ષ્ય રાખ્યું હતું અને 18 બેઠક મળી છે. હવે અમારું લક્ષ્ય (વિધાનસભા ચૂંટણી) 250 બેઠકનું છે. અમે અમારી ચૂંટણી રણનીતિ બનાવીશું અને જીતવા માટે જીવ રેડી દઈશું."

પશ્ચિમ બંગાળમાં બીજેપીની તાકાત વધી

છેલ્લા પાંચ વર્ષમાં પશ્ચિમ બંગાળમાં બીજેપી મહત્વપૂર્ણ ખેલાડી બનીને ઉભરી છે. એક સમયે જ્યાં ડાબેરી અને તૃણમૂલ કોંગ્રેસ સિવાય કોઈનું નામ સાંભળવા મળતું ન હતું ત્યાં હવે બીજેપીએ પગપેસારો કર્યો છે. 2014માં સામાન્ય ચૂંટણીમાં 34 સીટ જીતનારી તૂણમૂલ કોંગ્રેસ 2019ની ચૂંટણીમાં 22 બેઠક જીતી શકી છે. કોંગ્રેસ ચાર બેઠકમાંથી બે પર આવી ગઈ છે, જ્યારે માકપા પોતાનું ખાતું જ ખોલાવી શકી નથી.
First published:

Tags: Lok sabha election 2019, TMC, ભાજપ, મમતા બેનરજી