BJP દિલ્હી વિધાનસભાની ચૂંટણી PM મોદીના ચહેરા પર લડશે : પ્રકાશ જાવડેકર

News18 Gujarati
Updated: January 1, 2020, 2:25 PM IST
BJP દિલ્હી વિધાનસભાની ચૂંટણી PM મોદીના ચહેરા પર લડશે : પ્રકાશ જાવડેકર
પ્રકાશ જાવડેકરે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે, આવનારી ચૂંટણી AAP વિરુદ્ધ BJPની લડાઈ છે

પ્રકાશ જાવડેકરે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે, આવનારી ચૂંટણી AAP વિરુદ્ધ BJPની લડાઈ છે

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election 2020)નું બ્યૂગલ કોઈ પણ સમયે વાગી શકે છે. તેને જોતાં રાજકીય પાર્ટીઓ (Political Parties) ચૂંટણી મોડમાં આવી ગઈ છે. નેતા પોતાની સભાઓ અને પ્રેસ બ્રીફિંગમાં એક-બીજા પર નિશાન સાધી રહ્યા છે. આ ક્રમમાં કેન્દ્રીય મંત્રી અને દિલ્હી બીજેપીના પ્રભારી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ કહ્યું કે પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને ચહેરો આગળ રાખીને ચૂંટણી લડશે. બુધવારે જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વર્ષ 2020માં પહેલી ચૂંટણી દિલ્હી વિધાનસભાની છે. બીજેપી સારી રીતે ચૂંટણી લડશે અને સારા પરિણામ લઈને આવશે. અમે પીએમ મોદીના કામોને જનતાની સામે રજૂ કરીશું. સાથોસાથ પાંચ વર્ષ શું કરીશું એ પણ લોકોની સામે રજૂ કરીશું.

આગામી ચૂંટણીની લડાઈ AAP વિરુદ્ધ BJP

જાવડેકરે આમ આદમી પાર્ટી પર વાર કરતાં કહ્યું કે આવનારી ચૂંટણી AAP વિરુદ્ધ BJPની લડાઈ છે. તે જૂઠ વિરુદ્ધ સત્યની લડાઈ છે. તેઓએ કહ્યું કે બીજેપીનો મુદ્દો વિકાસનો રહેશે. નગર નિગમમાં બીજેપીની સત્તા છે પરંતુ કેજરીવાલ સરકારે નિગમના વિકાસ કાર્યોનું ગળું ઘૂંટવાનું કામ કર્યું છે. દિલ્હીમાં લોકો કહે છે કે પહેલા સાડા ચાર વર્ષ ઊંઘતા રહ્યા. અંત સમયમાં કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે હવે અમે (બીજેપી) રોજ બપોરે 12 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરીશું જેમાં ચૂંટણીથી જોડાયેલા અલગ-અલગ મુદ્દાઓને મીડિયાની સામે રજૂ કરીશું.

દિલ્હી બીજેપીના પ્રભારીએ કહ્યું કે આવનારી 5 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 15 હજાર બૂથ કાર્યકર્તાઓને દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં સંબોધિત કરશે.

નોંધનીય છે કે, દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2019માં ખતમ થઈ રહ્યો છે. ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની સમીક્ષા માટે ગત સપ્તાહે બેઠકની શરૂઆત કરી હીત. આ સપ્તાહે ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરી શકે છે.

ફેબ્રુઆરી 2015માં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 સીટો પર જીત મેળવી હતી. બીજી તરફ, બીજેપીને માત્ર ત્રણ સીટો પણ સફળતા મળી હતી. જ્યારે સતત 15 વર્ષ સુધી દિલ્હીની સત્તા પર રહેનારી કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી.

આ પણ વાંચો, New Year 2020: PM મોદીએ આ ગીતને કર્યું રિટ્વિટ, લખી આ વાત
First published: January 1, 2020
વધુ વાંચો
अगली ख़बर