મંદિર ત્યાંજ બનાવીશું, પણ તારીખ નહીં બતાવિયેઃ નીતિશ

Parthesh Nair | IBN7
Updated: December 3, 2015, 3:38 PM IST
મંદિર ત્યાંજ બનાવીશું, પણ તારીખ નહીં બતાવિયેઃ નીતિશ
પટણા# બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે ગુરૂવારે કહ્યું કે, બીજેપી રામ મંદિર મુદ્દાને જીવિત રાખવા માંગે છે. ભગવાન રામના પ્રતિ બીજેપી નેતાઓને શ્રદ્ધા નથી, જો કે, રામના નામ પર બીજેપી લોકોની ભાવનાનો ઉપયોગ કરવા માગે છે.

  • IBN7
  • Last Updated: December 3, 2015, 3:38 PM IST
  • Share this:
પટણા# બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે ગુરૂવારે કહ્યું કે, બીજેપી રામ મંદિર મુદ્દાને જીવિત રાખવા માંગે છે. ભગવાન રામના પ્રતિ બીજેપી નેતાઓને શ્રદ્ધા નથી, જો કે, રામના નામ પર બીજેપી લોકોની ભાવનાનો ઉપયોગ કરવા માગે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના રામ મંદિર નિર્માણ પર આપેલ નિવેદનને લઇને સંવાદદાતાઓના સવાલના જવાબમાં નીતિશે કહ્યું, 'ન્યાયાલયના આદેશ અને બન્ને પક્ષોની સહમતિ થીજ રામ મંદિર બની શકશે. જો કે, બીજેપી આ મુદ્દાને જીવિત રાખવા માગે છે.'

મોહન ભાગવતે કોલકાતામાં બુધવારે એક કાર્યક્રમમાં આશા વ્યક્ત કરી હતી કે, રામ મંદિરનું નિર્માણ તેમના જીવન કાળમાં થઇ જશે.

મુખ્યમંત્રીએ રામ મંદિર મુદ્દાને લઇને બીજેપી પર દાંત કચકચાવીને કહ્યું કે, 'બીજેપી અને આરએસએસ કહેતા રહ્યાં છે કે, 'રામ લલા હમ જાયેંગે, મંદિર વહીં બનાયેંગે, પર તારીખ નહીં બતાએંગે.'

તેઓએ વ્યંગ્ય કરતા કહ્યું કે, આરએસએસ અને બીજેપીથી જોડાયેલા લોકો ભગવાન રામનું નામ એવી રીતે લઇ રહ્યાં છે કે, ભગવાન રામ બીજેપીના સભ્ય હોય.
First published: December 3, 2015, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading