મહારાષ્ટ્ર : ઉદ્ધવના શક્તિ પરીક્ષણ પહેલા ભાજપે અંતિમ દાવ ખેલ્યો

News18 Gujarati
Updated: November 30, 2019, 2:43 PM IST
મહારાષ્ટ્ર : ઉદ્ધવના શક્તિ પરીક્ષણ પહેલા ભાજપે અંતિમ દાવ ખેલ્યો
દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર)

બીજેપીએ વિધાનસભાના અધ્યક્ષ પદ માટે પોતાનો ઉમદેવાર મેદાનમાં ઉતારીને રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ભાજપના આવી પગલાંથી સ્પીકરની ચૂંટણી પણ રસપ્રદ બની ગઈ છે.

  • Share this:
અનિલ રાય, નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના શક્તિ પરીક્ષણના થોડા કલાકો બાકી રહેવા સુધી બીજેપીએ હાર નથી માની. બીજેપીએ વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસ મત પ્રસ્તાવ પહેલા પોતાનો અંતિમ દાવ ખેલ્યો છે. પાર્ટીએ પ્રોટેમ સ્પીકરના મામલાને રાજ્યપાલથી લઈને સુપ્રીમ કોર્ટે સુધી પડકારવાનો નિર્ણય કર્યો છે.

બીજેપી શું ઈચ્છી રહી છે?

ભાજપાના આવા વલણ પરથી સવાલ થાય કે આખરે તે શું ઈચ્છી રહી છે? હકીકતમાં ભાજપા ઈચ્છે છે કે વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલાથી પસંદ કરવામાં આવેલા પ્રોટેમ સ્પીકર કાલદાસ કોલમ્બરની દેખરેખ હેઠળ થાય, જ્યારે ઉદ્ધવ સરકારે દિલીપ વાત્સે પાટિલને પ્રોટેમ સ્પીકર બનાવીને વિશ્વાસ મત પ્રસ્તાવ કરાવવા માંગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપી વિશ્વાસ મત પર ચર્ચા પહેલા વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી અંગે શિવસેના-એનસીપી-કૉંગ્રેસ સાથે અંતિમ લડાઈ લડી લેવા માંગે છે.

સ્પીકરની ચૂંટણી બીજેપી માટે મહત્વની

સામાન્ય રીતે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી વિશ્વાસ પ્રસ્તાવ પહેલા થયા છે. પરંતુ, મહારાષ્ટ્રની રાજનીતિના ઉતાર-ચઢાવ અને દેવેન્દ્ર ફડણવીસ સરકારના વિશ્વાસમત પર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા મામલા પછી હવે વિધાનસભા અધ્યક્ષનું પદ બીજેપી માટે મહત્વનું બની ગયું છે. હકીકતમાં, દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી બનવા અને વિશ્વાસમત મેળવ્યા પહેલા જ ફડણવીસે રાજીનામું આપી દેવાથી થયેલી ફજેતીને બીજેપી આમ જ ભૂલાવી દેવા માટે તૈયાર નથી.

આ પણ વાંચો : અજિત પવાર BJP સાંસદને મળતા ફરી રાજકારણ ગરમાયુંહિસાબ પૂરો કરવા માંગે છે બીજેપી

બીજેપી ઉદ્ધવ સરકારના બહુમતિ પરીક્ષણ અને અધ્યક્ષની ચૂંટણીમાં પોતાનો જૂનો હિસાબ પૂરી કરવા માંગે છે. હકીકતમાં, બીજેપીએ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં પોતાના તરફથી કિસાન કટોરેને મેદાનમાં ઉતારતા તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બીજેપી નેતૃત્વ એ સ્પષ્ટ કરી લેવા માંગે છે કે વિધાનસભાના ગણિતમાં કઈ પાર્ટી બીજેપી નેતાની સાથે છે અને કઈ પાર્ટી બીજેપીના વિરોધમાં છે. જેનાથી સમય આવ્યે આ આંકડાને પોતાના પક્ષમાં કરી શકાય.
First published: November 30, 2019, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading