Home /News /national-international /બીજેપીમાં સૌથી મહત્વના સંસદીય બોર્ડમાં ફેરફાર, ગડકરી, શિવરાજ બહાર, જાણો કોનો કરાયો સમાવેશ

બીજેપીમાં સૌથી મહત્વના સંસદીય બોર્ડમાં ફેરફાર, ગડકરી, શિવરાજ બહાર, જાણો કોનો કરાયો સમાવેશ

પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પાર્ટીની કેન્દ્રીય સંસદીય બોર્ડનું ગઠન કર્યું છે

BJP Parliamentary Board - બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પાર્ટીની કેન્દ્રીય સંસદીય બોર્ડનું ગઠન કર્યું, ભાજપાએ પોતાના સંસદીય બોર્ડમા નવા ચહેરાનો સમાવેશ કરાયો

  નવી દિલ્હી : ભાજપાએ પોતાના સંસદીય બોર્ડમા (BJP parliamentary board)નવા ચહેરાનો સમાવેશ કરાયો છે. પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ (BJP president JP Nadda)હવે આમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને કે લક્ષ્મણને નવા ચહેરાના રૂપમાં સમાવેશ કરાયો છે. બીજેપીના સંસદીય બોર્ડમાંથી હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને (Nitin Gadkari) બહાર કરવામાં આવ્યા છે.

  પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પાર્ટીની કેન્દ્રીય સંસદીય બોર્ડનું ગઠન કર્યું છે. તેમાં જેપી નડ્ડા અધ્યક્ષ હશે. જ્યારે અન્ય સદસ્યોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા, અસમના પૂર્વ સીએમ સર્વાનંદ સોનોવાલ, કે લક્ષ્મણ, ઇકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જટિયા અને બીએલ સંતોષ સામેલ છે. બીએલ સંતોષ કેન્દ્રીય સંસદીય બોર્ડના સચિવ રહેશે.

  આ પણ વાંચો - જમ્મુ કાશ્મીર : ITBPની બસ આવી રીતે ખાબકી, તસવીરોમાં જુઓ અકસ્માતની ભયાનકતા  ભારતીય જનતા પાર્ટીમાં નીતિ નિર્ધારણ સંબંધી સૌથી પ્રમુખ અને શક્તિશાળી એકમ સંસદીય બોર્ડ છે.  સંસદીય બોર્ડ સિવાય બીજેપીએ નવી કેન્દ્રીય ચૂંટણી સમિતિ પણ બનાવી છે. જેમાં શાહનવાઝ હુસૈનનું નામ નથી. ચૂંટણી સમિતિમાં કુલ 15 લોકોને સ્થાન મળ્યું છે. જેમાં પીએમ મોદી, અમિત શાહ સિવાય દેવેન્દ્ર ફડણવીસનો સમાવેશ કરાયો છે.  આ સિવાય કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનો પણ કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં સમાવેશ કરાયો છે.

  હવે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં જેપી નડ્ડા અધ્યક્ષ હશે. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, બીએસ યેદિયુરપ્પા, અસમના પૂર્વ સીએમ સર્વાનંદ સોનોવાલ, કે લક્ષ્મણ, ઇકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જટિયા, ભૂપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ, અને બીએલ સંતોષ અને વનથી શ્રીનિવાસનો સમાવેશ કરાયો છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: BJP News, JP Nadda, Nitin Gadkari, Shivraj singh chouhan

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन