રાજસ્થાનના CM ગહલોતનો આરોપ, સરકાર પાડવા માટે કોંગ્રેસ ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે BJP

News18 Gujarati
Updated: July 11, 2020, 4:30 PM IST
રાજસ્થાનના CM ગહલોતનો આરોપ, સરકાર પાડવા માટે કોંગ્રેસ ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે BJP
સરકાર પાડવા કોંગ્રેસના ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે BJP: CM ગહલોત

રાજસ્થાનમાં રાજનીતિક હલચલ વચ્ચે સીએમ અશોક ગહલોતે ભાજપા પર મોટો આરોપ લગાવ્યો

  • Share this:
જયપુર : રાજસ્થાનમાં (Rajasthan)રાજનીતિક હલચલ વચ્ચે સીએમ અશોક ગહલોતે ભાજપા પર મોટો આરોપ લગાવ્યો છે. અશોક ગહલોતે શનિવારે ભાજપા પર કોંગ્રેસ સરકાર (Congress Govt) પાડવાના ષડયંત્રનો આરોપ લગાવતા કહ્યું હતું કે વિપક્ષી દળ કોંગ્રેસના ધારાસભ્યોને 15 કરોડ રૂપિયા સુધીની ઓફર કરી રહ્યું છે. કોવિડ સંકટ (Coronavirus Pandemic) દરમિયાન જ્યાં સરકાર લોકો માટે કામ કરી રહી છે. જ્યારે ભાજપા રાજ્યની ચૂંટાયેલી સરકાર અને લોકો માટે પરેશાની ઉભી કરી રહી છે. ભાજપા સતત અમારી સરકાર પાડવા માટે પ્રયત્ન કરી રહી છે.

ગહલોતે કહ્યું કે કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં ભાજપાએ હોર્સટ્રેડિંગ દ્વારા અમારી સરકાર પાડી હતી. આ યાદીમાં ભાજપાએ અમારા કેટલાક ધારાસભ્યોને 15 કરોડ રૂપિયા અને અન્ય પ્રકારના પ્રલોભન આપ્યા છે અને આવું સતત થઈ રહ્યું છે. ગહલોતે કહ્યું કે ભાજપાએ રાજ્યસભા ચૂંટણી માટે ગુજરાતમાં પણ ધારાસભ્યોની ખરીદી કરી હતી અને હવે આવું જ કાંઈક રાજસ્થાનમાં કરી રહ્યા છે.

આ પણ વાંચો - ભાજપના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી સતીષ છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાતમાં, નવા જૂનીના એંધાણ

ધારાસભ્યોના હોર્સટ્રે઼ડિંગ મામલામાં રાજસ્થાન પોલીસની એસઓજી ત્રણ ધારાસભ્ય ખુશવીર સિંહ જોજાવર, સુરેશ ટાક અને ઓમ પ્રકાશ હુડલાની ભૂમિકાની તપાસ કરશે. ત્રણેય અપક્ષ ધારાસભ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય ધારાસભ્યોએ કોંગ્રેસનું સમર્થન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન કોંગ્રેસ પાસે 200 સીટોમાંથી 107 સીટ છે. આ કોંગ્રેસ સરકારને 12 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે.

આ પહેલા કોંગ્રેસના બે ડઝન ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી રાજ્યની અશોક ગહલોત સરકારને પાડવાનું ષડયંત્ર રચી રહી છે. કોંગ્રેસના આ ધારાસભ્યોએ સંયુક્ત નિવેદનમાં આ આરોપ લગાવ્યો હતો. આ નિવેદન વિધાનસભામાં મુખ્ય સચેતક ડૉં. મહેશ જોશી અને ઉપ મુખ્ય સચેતક મહેન્દ્ર ચૌધરીના હસ્તાક્ષરોથી જાહેર કરવામાં આવ્યું હતું. સંયુક્ત નિવેદનમાં 24 ધારાસભ્યોના નામ આપવામાં આવ્યા છે જેમાં લાખન સિંહ, જોગેન્દ્ર સિંહ અવાના, મુકેશ ભાકર, સંદીપ યાદવ સહિત ઘણા નામ સામેલ છે.
Published by: Ashish Goyal
First published: July 11, 2020, 4:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading