Home /News /national-international /કોંગ્રેસની સરકાર પાડવા BJPએ કોંગ્રેસનાં MLAને 100 કરોડની ઓફર કરી?

કોંગ્રેસની સરકાર પાડવા BJPએ કોંગ્રેસનાં MLAને 100 કરોડની ઓફર કરી?

આવો દાવો કર્યો છે કે મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘે

આવો દાવો કર્યો છે કે મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘે

ન્યૂઝ18 ગુજરાતી: શું મધ્યપ્રદેશમાં કોંગ્રસેની કમલનાથની સરકારને પાડી દેવા માટે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસનાં એક ધારાસભ્યને રૂપિયા 100 કરોડની ઓફર કરી ?

આવો દાવો કર્યો છે કે મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘે.

તેમણે એવો દાવો કર્યો કે, ભાજપ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર ઉથલાવી દેવા માંગે છે અને તેના માટે ભાજપે કોંગ્રેસનાં એક ધારાસભ્યને રૂપિયા 100 કરોડની ઓફર પણ કરી છે.

જો કે, ભાજપને દિગ્વિજય સિંઘનાં આ આરોપને નકારી કાઢ્યા છે અને સામો વળતો પ્રહાર કરતા કહ્યુ કે, દિગ્વિજય સિંઘ તેમના આ આરોપને સાબિત કરી બતાવે.

દિગ્વિજય સિંઘએ એવો પણ આક્ષેપ કર્યો કે, ભાજપનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંઘને સત્તાની આદત પડી ગઇ છે અને એટલા માટે ભાજપનાં નેતાઓ-નરોત્તમ મિશ્રા અને વિશ્વાસ સારંગ-કોંગ્રેસનાં ધારાસભ્યોનું અપહરણ કરી જવા માંગે છે. મારી પાસે આના પુરાવા પણ છે. ભાજપે કોંગ્રેસનાં ધારાસભ્ય બૈજનાથ કુશવાહાને રૂપિયા 100 કરોડની ઓફર પણ કરી હતી.

જો કે, ભાજપે રદિયો આપતો કહ્યું કે, દિગ્વિજય સિંઘને આવી વાતો કરવાની ટેવ છે એટલા માટે તેમને કોઇ ગંભીરતાથી લેવું નથી.

અનામત વિશે વાત કરતા દિગ્વિજય સિંઘે કહ્યું કે, આર્થિક રીતે પછાત સવર્ણોને અનામતનો લાભ મળે તે વાત સાથે તેઓ સહમત છે પણ મોદીની જાહેરાત માત્ર રાજકીય લાભ ખાંટવા માટે જ છે”.
First published:

Tags: કોંગ્રેસ, દિગ્વિજયસિંહ, ભાજપ, સાંસદ

विज्ञापन