'તુમ મિલે દિલ ખિલે' સંબિત પાત્રાએ કોના માટે ગાયું આ ગીત ?

સંબિત પાત્રા (ફાઇલ ફોટો)

સોશિયલ મીડિયા પર સંબિત પાત્રાનો આ વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે

 • Share this:
  બીજેપી પ્રવક્તા સંબિત પાત્રા ઓડિશાની પુરી સીટથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીમાં જીત માટે પાત્રા બધું જ જોર લગાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પુરીમાં તેલુગુ લોકોની ઘણી વસતી છે. એવામાં સંબિત પાત્રા તેમને સાધવામાં કોઈ કચાશ નથી છોડી રહ્યા.

  સોશિયલ મીડિયા પર સંબિત પાત્રોનો વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તેઓ તેલુગુના જાણીતા ગીત, 'તુમ મિલે દિલ દિલે' ગીત ગાતા જોવા મળી રહ્યા છે. વીડિયોને સંબિત પાત્રાએ પોતે શેર કર્યો છે.

  વીડિયો પોસ્ટ કરતાં સંબિત પાત્રાએ લખ્યું કે, પુરીમાં એક મોટી વસતી તેલુની પણ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મેં એક જાણીતું તેલુગુ ગીત ઓન ડિમાન્ડ ગાયું. ભીડે તેને ઘણું વખાણ્યું, વિશ્વાસ નથી થતો? જોવા માંગશો! મારા આરાધ્ય તેલુગુ મિત્રોને ઘણો બધો પ્રેમ.

  આ પણ વાંચો, PMએ કહ્યું- સાધ્વી પ્રજ્ઞાને લોકસભાની ટિકિટ આપવી યોગ્ય, રાહુલ-સોનિયા પણ છે જામીન પર બહાર

  પુરી સીટથી સંબિત પાત્રાનો મુકાબલો બીજેડીના પિનાકી મિશ્રા સાથે છે. પિનાકી મિશ્રા સિટિંગ સાંસદ છે અને 2014ની લોકસભા ચૂંટણીમાં તેમને સવા પાંચ લાખથી વધુ વોટ મળ્યા હતા. કોંગ્રેસે આ સીટથી સત્યપ્રકાશ નાયકને ટિકિટ આપી છે.
  Published by:Mrunal Bhojak
  First published: