BJP Meeting :PM MODI ની ઉપસ્થિતિમાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક શરૂ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

ભાજપની આ બેઠકમાં ચૂંટણી પર મંથન, પાંચ રાજ્યોમાં ફેબ્રુઆરી-માર્ચમાં અને ગુજરાતમાં નવેમ્બર ડિસેમ્બર 2022માં થવાની છે ચૂંટણી

BJP National Executive Meeting: દિલ્હી સ્થિત NDMC સેન્ટર ખાતે ભાજપ રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠક શરૂ થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ હાઇકમાન્ડની (PM Modi in BJP National Executive Meeting  ઉપસ્થિતિ વચ્ચે બેઠકમાં મંથન કરાશે.

 • Share this:
  BJP National Executive Meeting: દિલ્હી સ્થિત NDMC સેન્ટર ખાતે ભાજપ રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠક શરૂ થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ હાઇકમાન્ડની (PM Modi in BJP National Executive Meeting  ઉપસ્થિતિ વચ્ચે બેઠકમાં મંથન કરાશે. ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ ઉદઘાટન ભાષણ બાદ પાર્ટીના રાષ્ટ્રીય મુદ્દાઓ અને અન્ય એજન્ડા પર ચર્ચાઓ કરાશે. સમાપનમાં પીએમ મોદી પોતાની સ્પીચ આપશે. સાથોસાથ આ બેઠકમાં આત્મનિર્ભર ભારત અંગે પણ ખાસ ચર્ચા કરાશે.

  ભારતીય જનતા પાર્ટી (BJP) ની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો પ્રારંભ થયો છે. દિલ્હી સ્થિત એનડીએમસી કન્વેન્શન સેન્ટર ખાતે આ બેઠક યોજાઇ રહી છે. બેઠકમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સેન્ટર આવી પહોંચ્યા છે. આગામી સમયમાં પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી અને સંગઠનના વિવિધ મુદ્દે સઘન ચર્ચા કરાશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.

  આ મુખ્યમંત્રી અને મંત્રીઓની હાજરી

  બેઠકમાં હાજરી આપવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, હરદીપ સિંહ પુરી, ડોક્ટર એસ જયશંકર, ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્તાર અબ્બાસ નકવી સહિતના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ આવી પહોંચ્યા છે. પાર્ટી મહાસચિવ અર્જુન સિંહે આ અંગા માહિતી આપતાં કહ્યું હતું કે, બેઠકમાં કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રાજનાથ સિંહ પણ જોજાશે. સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી આ બેઠકમાં ઓનલાઇન જોડાશે.

  આ પણ વાંચો :  Coronavirus LIVE Updates : ભારતમાં કોરોનાના વળતા પાણી, આજે 260 દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ

  હાઇબ્રીડ બેઠક, ઓફલાઇન ઓનલાઇન આયોજન

  કોરોના વાયરસ મહામારી બાદ પ્રથમ વખત આ બેઠક યોજાઇ રહી છે. આ બેઠકનું આયોજન હાઇબ્રીડ એટલે કે ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને પ્રકારે મિક્સ હશે. પીએમ મોદી સહિત કેટલાક નેતાઓ બેઠકમાં પ્રત્યક્ષ જોડાશે જ્યારે કેટલાક નેતાઓ વર્ચ્યુઅલી રીતે ઓનલાઇન જોડાશે. આ બેઠકમાં આગામી વર્ષે યોજાનાર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અંગે સઘન ચર્ચા વિચારણા કરાશે એવી માહિતગાર સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

  બે વર્ષથી હાઇબ્રિડ મોડમાં બેઠકો યોજાઈ રહી છે બેઠક

  આ બેઠકમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ પર ચર્ચા કરવામાં આવશે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, જે સામાન્ય રીતે પક્ષના બંધારણ મુજબ ત્રણ મહિનામાં એક વખત યોજાય છે, તે કોવિડ-19ને પગલે લગભગ બે વર્ષથી હાઇબ્રિડ મોડમાં યોજાઈ રહી છે.
  Published by:Hareshkumar Suthar
  First published: