લખનઉ : ઉત્તર પ્રદેશ બીજેપીના અધ્યક્ષ (UP BJP Chief)સ્વતંત્ર દેવ સિંહ (Swatantra Dev Singh)યોગી આદિત્યનાથના કેબિનેટમાં (Yogi Cabinet)સામેલ થવાની સાથે જ સત્તાધારી દળમાં હવે રાજ્યના નવા પ્રમુખને લઇને મંથન ચાલી રહ્યું છે. સૂત્રોના મતે એક વ્યક્તિ એક પદ ના નિયમના કારણે પાર્ટી જલ્દી જ સ્વતંત્ર દેવ સિંહને અધ્યક્ષ પદ છોડવા માટે કહેશે અને આ પદ માટે નવા નામની જાહેરાત કરશે.
સૂત્રોએ જણાવ્યું કે બીજેપી આ વખતે કોઇ બ્રાહ્મણ નેતાને (BJP Brahmin Face) અધ્યક્ષ પદ પર બેસાડવા માંગે છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ પર ચર્ચા ચાલી રહી છે અને બ્રાહ્મણ નેતાને આ પદ પર નિમણુક કરવાને લઇને ચર્ચા ચાલી રહી છે.
યૂપી બીજેપીના અધ્યક્ષ પદ માટે જે નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે તેમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા, રાજ્યના મહાસચિવ ગોપાલ નારાયણ શુક્લા અને રાજ્યના પૂર્વ મંત્રી શ્રીકાંત શર્મા સામેલ છે.
રાજ્યમાં બ્રાહ્મણોની સંખ્યા કુલ વસ્તીના લગભગ 10 ટકા છે અને આ સમુદાય ચૂંટણી રુપથી ઘણો મહત્વપૂર્ણ છે. કોઇ બ્રાહ્મણ નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવા પાછળ એક તર્ક એ પણ આપવામાં આવી રહ્યો છે કે રાજ્યમાં હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તમામ નારાજગીના સમાચારો છતા બ્રાહ્મણ વોટર બીજેપીના પક્ષમાં એકજુટ જોવા મળ્યા હતા.
યોગી આદિત્યનાથ સરકારના પ્રથમ કાર્યકાળમાં બ્રાહ્મણ સમુદાયની અવગણના માટે ઘણા નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. આવામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન બ્રાહ્મણોની નારાજગીને દૂર કરવા માટે શીર્ષ બ્રાહ્મણ નેતાઓની એક પેનલ બનાવી હતી.
પાર્ટી સૂત્રોનું માનવું છે કે બ્રૃજેશ પાઠકને ડિપ્ટી સીએમ પદ આપ્યા પછી બીજેપીના રાજ્ય એકમના પ્રમુખ પણ એક બ્રાહ્મણને બનાવવાથી સરકાર અને સંગઠન બન્નેમાં સમુદાયનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થશે. ગત સરકારમાં મંત્રી રહેલા વરિષ્ઠ જેતા જે આ વખતે કેબિનેટમાં સામેલ કરાયા નથી તેવા સિદ્ધાર્થ નાથ સિંહ, આશુતોષ કે ગોપાલ ટંડનને પણ સંગઠનમાં સામેલ કરી શકાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર