Home /News /national-international /અલીગઢ યુનિ.માં જિન્નાહનું તૈલચિત્ર ભાજપનાં સાંસદને ખટક્યુ

અલીગઢ યુનિ.માં જિન્નાહનું તૈલચિત્ર ભાજપનાં સાંસદને ખટક્યુ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં રાખવામાં આવેલા મોહમંદ અલી જિન્નાહના તૈલચિત્ર સામે ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યએ વાંધો ઉઠાવ્યો છે અને તેને દૂર કરવા મટે યુનિવર્સિટીની કુલપતિને આ બાબતે પત્ર લખ્યો છે.

મોહમંદ અલી જિન્નાહનું આ તૈલચિત્ર આઝાદી પહેલા 1938માં અહીંયા મૂકવામાં આવ્યુ હતું. આ સમયે મુસ્લિમો માટે અલગ દેશની મુસ્લિમ લીગની માંગણી જોરશોરથી ચાલતી હતી.

મોહમંદ અલી જિન્નાહનું તૈલચિત્ર સ્ટુડન્ટ્સ યુનિયનની ઓફિસમાં લગાવેલું છે. આ બાબતે ભાજપના સંસદસભ્ય સતિશ ગૌતમે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખી આ તૈલચિત્ર હટાવવા માંગણી કરી છે.

તેમણે કહ્યુ કે, જિન્નાહને પાકિસ્તાનમાં લોકો પુજા કરે તો મને કોઇ વાંધો નથી. પણ તેમને તૈલચિત્ર અહીંયા ભારતમાં હોવુ ન જોઇએ.

સતિશ ગૌતમ અલીગઢથી ભાજપના સંસદસભ્ય છે. તેઓ આ મુદ્દે યુનિવર્સિટીના કુલપતિ તારીક મન્સૂર સાથે પણ વાત કરશે.
સતિશ ગૌતમે જણાવ્યુ કે, જિન્નાહના તૈલચિત્રના બદલે યુનિવર્સિટીએ રાજા મહેન્દ્ર પ્રતાપ અને સર સૈયદ અહેમદ જેવા લોકોના જીવનને ઉજવવુ જોઇએ. આ લોકોએ આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ યુનિયને દાવો કર્યો હતો કે, બીજા અન્ય નેતાઓની જેમ જિન્નાહેને પણ આ યુનિવર્સિટીનું માનદ સભ્યપદ આપવામાં આવ્યુ હતુ અને એટલા માટે તેમનુ તૈલચિત્ર અહીં મૂકવામાં આવ્યુ હતુ.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પબ્લીક રિલેશન ઓફિસર ઓમર પિરઝાડાએ ન્યૂઝ18ને જણાવ્યુ કે, 1920થી યુનિવર્સિટીની એ પરંપરા રહી છે કે, જાહેર જીવનના લોકોને યુનિવર્સિટીનું આજીવન સભ્યપદ આપવું. આ યુનિવર્સિટીએ 1920માં મહાત્મા ગાંધીને આ સભ્યપદ આપ્યુ હતું અને 1938માં આ સભ્યપદ જિન્નાહને આપવામાં આવ્યુ હતું. આ એક ઇતિહાસને ભાગ છે. એનો મતલબ એવો નથી અમે તેમના રાજકરાણનો પણ એક ભાગ છીએ. સી.વી રામન અને વી.વી ગીરીને પણ આ સન્માન આપવામાં આવ્યુ હતુ.
First published:

Tags: Aligarh Muslim University, AMU

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો