સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન, ‘કૉંગ્રેસે કરાવી હતી સુભાષચંદ્ર બોઝની હત્યા’, જુઓ વીડિયો

બીજેપીના સાંસદ સાક્ષી મહારાજ (ફાઇલ તસવીર)

નેતાજી સુભાષચંદ્ર બોઝની લોકપ્રિયતા આગળ પંડિત નહેરુ અને મહાત્મા ગાંધી ઝાંખા લાગતા હતા - BJP સાંસદ સાક્ષી મહારાજ

 • Share this:
  ઉન્નાવઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઉન્નાવ (Unnao)થી બીજેપી સાંસદ સાક્ષી મહારાજ (BJP MP Sakshi Maharaj) ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવી ગયા છે. આ વખતે તેઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝ (Netaji Subhash Chandra Bose)ના મોતને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નેતાજીની 125મી જયંતી પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા સાક્ષી મહારાજે સુભાષચંદ્ર બોઝની હત્યાની પાછળ કૉંગ્રેસ (Congress)નો હાથ ગણાવ્યો. તેઓએ આરોપ લગાવ્યો કે કૉંગ્રેસના લોકોએ જ સુભાષચંદ્ર બોઝની હત્યા કરાવી હતી.

  સાક્ષી મહારાજે કહ્યું કે, સુભાષચંદ્ર બોઝને સમયથી પહેલા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. મારો આરોપ છે કે કૉંગ્રેસના લોકોએ જ સુભાષચંદ્ર બોઝની હત્યા કરાવી હતી, કારણ કે તેમની લોકપ્રિયતા આગળ પંડિત નહેરુ તો ક્યાં ઊભા રહી શકે તેમ નહોતા. મહાત્મા ગાંધી પણ ક્યાંય ઊભા નહોતા રહી શકતા.

  આ પણ વાંચો, જાળમાં ફસાયો હતો 50 કિલોનો દીપડો, 5 લોકો મારીને ખાઈ ગયા, થઈ ધરપકડ

  ‘લોહીના ભાવે આપણે આઝાદી ખરીદી હતી’

  સાક્ષી મહારાજે કહ્યું કે, સુભાષચંદ્ર બોઝે નારો આપ્યો હતો કે, ‘તુમ મુઝે ખુન દો, મેં તુમ્હે આઝાદી દુંગા.’ હું કહું છું કે લોહીના ભાવે આપણે આઝાદી ખરીદી હતી. આ આઝાદી માટે કેટલાક લોકો શહીદ થયા હતા.

  આ પણ જુઓ, VIDEO: ભારે બરફવર્ષા વચ્ચે મહિલા અને નવજાતને આર્મી જવાનોએ 6 કિલોમીટર ચાલી ઘરે પહોંચાડ્યા
  ઉલ્લેખનીય છે કે, 23 જાન્યુઆરીએ બીજેપીએ સમગ્ર દેશમાં પરાક્રમ દિવસના રૂપમાં ઉજવ્યો હતો. દેશમાં અનેક સ્થળે સુભાષ જયંતીના અવસરે વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને અનેક નેતા પરાક્રમ દિવસના કાર્યક્રમમાં સામેલ થયા હતા.
  Published by:Mrunal Bhojak
  First published: