Vikas Dubey Encounter: બીજેપી સાંસદ સાક્ષી મહારાજ બોલ્યા- પોલીસ આરતી તો કરે નહીં

વિકાસ દુબેના એન્કાઉન્ટર પર બીજેપી સાંસદ સાક્ષી મહારાજ બોલ્યા- પોલીસ આરતી તો કરે નહીં

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગેંગસ્ટર વિકાસ દુબેને યૂપી એસટીએફે શુક્રવારે વહેલી સવારે ઠાર માર્યો

 • Share this:
  દિલ્હી/ઉન્નાવ : ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગેંગસ્ટર વિકાસ દુબેને (Vikas Dubey) યૂપી એસટીએફે (UP STF) શુક્રવારે વહેલી સવારે ઠાર માર્યો છે. આ એન્કાઉન્ટર પર ઉન્નાવથી બીજેપી સાંસદ સાક્ષી મહારાજે (Sakshi Maharaj) ક્હ્યું કે અપરાધીની પોલીસ આરતી તો કરશે નહી. તેમણે કહ્યુ કે આ જે એન્કાઉન્ટર થયું છે તેને લઈને હું યોગી સરકારની પ્રશંસા કરુ છું. સાક્ષી મહારાજે ક્હ્યું કે વિપક્ષ જે રીતે એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવી રહ્યા છે, તેના માટે કહીશ કે શુ વિકાસ જેવા અપરાધીની આરતી ઉતારવી જોઈતી હતી. વિપક્ષ જણાવે કે જ્યારે વિકાસ દુબે પોલીસની રિવોલ્વર ઝુંટાવીને ગોળી ચલાવી રહ્યો હતો, તો શું તેની આરતી ઉતારીને પૂજા કરત.

  તમને જણાવી દઈએ કે 2 જુલાઈની રાત્રે વિકાસ દુબેએ પોતાના ગેંગની સાથે મળીને રેડ પાડવા પહોંચેલી પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ક્ષેત્રાધિકારી દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસકર્મી શહીદ થયા હતા. આ ઘટના પછી વિકાસ દુબે પોતાની ગેંગની સાથે ફરાર થઈ ગયો હતો.

  આ પણ વાંચો - Vikas Dubey Encounter: વિકાસના પિતા બોલ્યા - સારું કર્યું મારી નાખ્યો, અંતિમ સંસ્કારમાં નહીં જાય

  કોણ હતો વિકાસ દુબે

  હિસ્ટ્રીશીટર વિકાસ દુબે વર્ષ 2001માં રાજ્યમંત્રી સંતોષ શુક્લા હત્યાકાંડનો મુખ્ય આરોપી હતો. વર્ષ 2000માં કાનપુરના શિવલી સ્ટેશન ક્ષેત્ર સ્થિત તારાચંદ ઇન્ટર કોલેજના સહાયક પ્રબંધક સિદ્ધેશ્વર પાંડેની હત્યામાં વિકાસ દુબેનુ નામ આવ્યુ હતું. કાનપુરના શિવલી સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2000માં જ રામબાબૂ યાદની હત્યાના મામલામાં વિકાસ દુબે પર જેલની અંદર રહીને પ્લાન બનાવવાનો આરોપ હતો.
  Published by:Ashish Goyal
  First published: