કોલકાતા : બીજેપીના સાંસદ તેમજ અભિનેત્રી રુપા ગાંગુલીના દીકરાની બેફામ રીતે કાર હંકારવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. બીજેપી સાંસદના 20 વર્ષીય પુત્ર આકાશ મુખોપાધ્યાયે બેફામ રીતે કાર ચલાવીને કારને કોલકાત્તાની એક ક્લબની દીવાલ સાથે અથડાવી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે અકસ્માત વખતે આકાશ દારૂના નશામાં હતો.
પોલીસે જણાવ્યું કે કાળા કલરની સેડાન કાર રોયલ કોલકાત્તા ગોલ્ફ ક્લબની દીવાલ સાથે ટકરાઈ હતી. કારની ઝડપ ખૂબ વધારે હતી. અનેક લોકો કારની ઝપેટમાં આવતા બચી ગયા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે જોખમી રીતે ડ્રાઇવિંગ કરવા બદલ યુવકની ધરપકડ કરવામાં આવી છે. અકસ્માત વખતે તે દારૂના નશામાં હતો કે નહીં તેની તપાસ માટે મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. આ મામલે બીજેપી સાંસદ રૂપા ગાંગુલીએ ટ્વિટ કરીને અકસ્માતની ઘટનામાં રાજનીતિ ન કરવાનું કહ્યું છે.
"મારા નિવાસસ્થાન નજીક મારા પુત્રની કારને અકસ્માત નડ્યો છે. આ અંગે મેં પોલીસને જાણ કરી હતી. આ મામલે મહેરબાની કરીને રાજકારણ ન કરો. હું મારી દીકરાને પ્રેમ કરું છું અને તેની કાળજી રાખવાની મારી ફરજ છે પરંતુ કાયદો કાયદાનું કામ કરશે. હું ખોટું કરતી નથી અને ખોટું સહન પણ નથી કરતી. હું વેચાઇ જાઉ એવી નથી." રૂપા ગાંગુલીએ આ ટ્વિટમાં વડાપ્રધાન મોદીને પણ ટેગ કર્યાં છે.
My son has met with an accident near MY RESIDENCE.
I called police to tke care of it with all legal implications
No favours/ politics plz.
I love my son & will tk cr of him BUT, LAW SHOULD TAKE ITS OWN COURSE. न मै घलत करती हूं, न मै सेहेती हू @narendramodi
मै बिकाऊ नही हूँ
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પૂરપાટ આવતી કારથી બચવા અનેક લોકો ભાગ્યા હતા. કાર ધડાકાભેર અથડાયા બાદ ક્લબની દીવાલનો થોડા ભાગ તૂટી ગયો હતો. અકસ્માતમાં કારને ખૂબ નુકસાન પહોંચ્યું છે. અકસ્માતમાં આકાશને સામાન્ય ઇજા પહોંચી છે. લોકોના કહેવા પ્રમાણે અકસ્માતની જાણ થયા બાદ નજીકમાં રહેતા તેના પિતા દોડી આવ્યા હતા અને આકાશને કારમાંથી બહાર કાઢ્યો હતો. રાત્રે આકાશની તેના એક મિત્રના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર