બેગૂસરાય : બીજેપીના રાજ્યસભા સાસંદ રાકેશ સિન્હા(BJP MP Rakesh Sinha)એ દિલ્હીમાં ભડકેલી હિંસા અને ઉપદ્રવને લઈને કોંગ્રેસ (Congrss) પર સખત પ્રહાર કર્યો છે. રાકેશ સિન્હાએ કોંગ્રેસ અને વામપંથી પર સાંપ્રદાયિક તાકાતોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. બેગૂસરાય પહોંચેલા રાકેશ સિન્હાએ દિલ્હીમાં ચાલી રહેલી હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાહુલ ગાંધી, તેમની પાર્ટી (કોંગ્રેસ) અને દેશના વામપંથી સાંપ્રદાયિક તત્વોને સંરક્ષણ અને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના સંવિધાન વિરોધી કામને સંવિધાનની રક્ષા બતાવવામાં આવી રહી છે.
રાકેશ સિન્હાએ કહ્યું હતું કે દેશમાં જ્યારે એક મહેમાન (અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ) આવ્યા હોય, પ્રતિષ્ઠા દાવ પર હોય તે સમયે દિલ્હીમાં જે ઘટના બની તેણે દેશમાં સિવિલ વોરની સ્થિતિ ઉભી કરી દીધી છે અને તેનો એક જ ઉપાય છે કે શાહીન બાગમાં બેસેલા લોકોને વીણી-વીણીને હટાવવામાં આવે, શાહીન બાગ કોઈના બાપની જાગીર નથી, તે સાર્વજનિક સ્થળ છે. રાકેશ સિન્હાએ શાહીન બાગમાં ચાલી રહેલા આંદોલનને સત્યાગ્રહ નહીં, દુરાગ્રહની સંજ્ઞા આપી હતી.
આ પણ વાંચો - સૌરવ ગાંગુલીના જીવન પર બનશે ફિલ્મ, આ અભિનેતા રોલ કરે તેવી ગાંગુલીની ઇચ્છા!
બીજેપી સાંસદે આરજેડી નેતા તેજસ્વી યાદવ ઉપર પણ નિશાન સાધતા કહ્યું હતું કે જંગલરાજ કામય કરનાર લોકો આજે કાનૂન અને બેરોજગારની વાત કરી રહ્યા છે. જંગલ રાજની સ્થાપના કરનાર લોકોને વિકાસ અને કાનૂનની વાત કરવાનો અધિકાર નથી. તેજસ્વી પાસે વિકાસનો તેજ નથી. તે ફક્ત જાતિવાદની રાજનીતિ કરે છે. રાજ્યસભાના સાંસદ પોતાના બે દિવસીય પ્રવાસ પર બેગૂસરાય પહોંચ્યા છે.
Published by:Ashish Goyal
First published:February 25, 2020, 17:01 pm