'મેં ગોડસેને ક્યારેય દેશભક્ત નથી કહ્યા' : પ્રજ્ઞા ઠાકુરે ફરી માફી માંગી

News18 Gujarati
Updated: November 29, 2019, 3:27 PM IST
'મેં ગોડસેને ક્યારેય દેશભક્ત નથી કહ્યા' : પ્રજ્ઞા ઠાકુરે ફરી માફી માંગી
લોકસભામાં પોતાના નિવેદન પર બીજેપી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે માફી માંગી. (ફાઇલ તસવીર)

ગોડસે પર માફી માંગી સાધ્વી પ્રજ્ઞાએ રાહુલને ઘેર્યા, કહ્યુ- મને આતંકીવાદી કહેવી સંન્યાસીનું અપમાન

  • Share this:
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર (Pragya Singh Thakur)એ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના હત્યારા નથૂરામ ગોડસે (Nathuram Godse)ને દેશભક્ત ગણાવવા પર માફી માંગી લીધી છે. છેલ્લા બે દિવસથી આ નિવેદન પર સંસદમાં હોબાળો થઈ રહ્યો છે. ગૃહમાં પોતાના નિવેદન પર માફી માંગતાં પ્રજ્ઞા ઠાકુરે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને પણ ઘેરી લીધા. તેઓએ કહ્યું કે, ગૃહના એક સન્માનિત નેતાએ મને આતંકવાદી કહી. મારી વિરુદ્ધ આરોપ સાબિત નથી થયા, પરંતુ આ પ્રકારની વાત કહેવી એક મહિલા, એક સંન્યાસી અને સાંસદનું અપમાન છે.

ગૃહમાં વિપક્ષ દ્વારા હોબાળો થયા બાદ બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરી માફી માંગતા કહ્યું કે, 27 નવેમ્બરે એસપીજી અમેન્ડમેન્ડ બિલ 2019 પર ચર્ચા દરમિયાન મેં નથૂરામ ગોડસેને દેશભક્ત નથી કહ્યા. ત્યાં સુધી કે મેં મારા નિવેદનમાં તેમનું નામ પણ નથી લીધું. જો મારા કારણે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી છે તો હું ફરી માફી માંગું છું.

નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ટ્વિટ કર્યુ હતું કે, આતંકવાદી પ્રજ્ઞાએ આતંકી ગોડસેને દેશભક્ત ગણાવ્યા, ભારતની સંસદના ઈતિહાસમાં આ એક દુખદ દિવસ છે. જોકે, પ્રજ્ઞા ઠાકુર દ્વારા આજે ગૃહમાં આપત્તિ વ્યક્ત કરતાં રાહુલ ગાંધીએ કહ્યુ કે, તેઓ પોતાના નિવેદન પર કાયમ છે. News18 સાથે વાત કરતાં કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે, મેં જે કહ્યુ છે, યોગ્ય કહ્યુ છે અને હું મારા નિવેદન પર કાયમ છું.
પ્રજ્ઞા ઠાકુરે પોતાના નિવેદન પર કરી આ સ્પષ્ટતા

પ્રજ્ઞા ઠાકુરે નથૂરામ ગોડસેને લઈ કરવામાં આવેલી ટિપ્પણી પર સફાઈ આપતાં કહ્યુ કે, મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું. મીડિયામાં મારી વાતોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી. જો મારા પહેલાનાં નિવેદનોથી કોઈને ઠેસ પહોંચી છે તો હું તેના માટે ક્ષમા ઈચ્છું છું. જોકે, બીજેપી સાંસદની માફી માંગ્યા બાદ પણ ગૃહમાં હોબાળો ચાલુ રહ્યો.

બીજેપી સાંસદે આપી આ પ્રતિક્રિયા

પ્રજ્ઞા ઠાકુરને આતંકી કહેવાના નિવેદન પર કહેતાં બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવાની માંગ કરી. તેઓએ કહ્યુ કે, મહિલા માટે આતંકવાદી શબ્દનો ઉપયોગ કરવો નિંદનીય છે.

આ પહેલા બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે કહ્યું હતું કે, લોકસભામાં તેમની વિવાદાસ્પદ ટિપ્પણી ક્રાંતિકારી ઉધમ સિંહના અપમાનની વિરુદ્ધ કરવામાં આવી હતી. તેઓએ કહ્યું કે, ક્યારેક જૂઠનું તોફાન એટલું ગહેરું હોય છે કે દિવસમાં પણ રાત લાગે છે. તેઓએ પોતાની ટિપ્પણીઓના બચાવમાં ટ્વિટ કર્યું. તેમની ટિપ્પ્ણી મહાત્મા ગાંધીના હત્યારા નથૂરામ ગોડસેની પ્રશંસા તરીકે જોવામાં આવી જેનાથી વિવાદ શરૂ થઈ ગયો.

આ પણ વાંચો,

BJPનો કટાક્ષ : શિવસેના હવે 'સોનિયા-સેના' અને સામના થયું 'સોનિયા-પત્ર'
ઠાકરે અને મોદી ભાઈ-ભાઈ' : મહારાષ્ટ્રમાં સરકાર બનતાં જ શિવસેનાએ વડાપ્રધાનના વખાણ કર્યા
First published: November 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading