બીજેપી MPનું શરમજનક નિવેદન, 'દિગ્વિજય દિલ્હીથી 'આઇટમ' લાવ્યા'

News18 Gujarati
Updated: April 13, 2018, 10:18 AM IST
બીજેપી MPનું શરમજનક નિવેદન, 'દિગ્વિજય દિલ્હીથી 'આઇટમ' લાવ્યા'
News18 Gujarati
Updated: April 13, 2018, 10:18 AM IST
મધ્ય પ્રદેશના દેવાસના સાંસદ મનોહર ઉંટવાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને તેમની પત્નીને લઈને ખૂબ જ વાંધાજનક ટિપ્પણી કરી છે. સાંસદ ઉંટવાલે કહ્યું કે દિગ્વિજય સિંહે મધ્ય પ્રદેશ માટે કંઈ નથી કર્યું પરંતુ તેઓ
દિલ્હીથી એક 'આઇટમ' લાવ્યા છે.

બીજેપીએ ગુરુવારે આખા દેશમાં ઉપવાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન દેવાસના સાંસદ મનોહર ઉંટવાલે મંચ પરથી દિગ્વિજિય સિંહ અને તેમની પત્ની વિશે શરમજનક ટિપ્પણી કરી હતી. તેમણે મંચ પરથી કહ્યું હતું કે

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે રાજ્ય માટે કંઈ નથી કર્યું. પરંતુ તેઓ દિલ્હીથી એક આઈટમ જરૂર લાવ્યા છે. તેઓ નર્મદા યાત્રા પર નીકળી ગયા હતા. હવે કહી રહ્યા છે કે સાધુઓને લાલ બત્તી આપી દીધી, આનાથી તેમને તકલીફ થઈ રહી
છે.

મનોહર ઉંટવાલ જ્યારે મંચ પરથી આવું ભાષણ કરી રહ્યા હતા એ સમયે મંચ પર દેવાસના મહિલા ધારાસભ્ય ગાયત્રી રાજે પવાર પણ હાજર હતા. એક તરફ મંચ પર એક મહિલાનું સન્માન કરવામાં આવી રહ્યું હતું તો બીજી તરફ એક
બીજી મહિલા માટે 'આઇટમ' જેવા શબ્દ પ્રયોગ થઈ રહ્યા હતા.


સાંસદ મનોહર ઉંટવાલે પહેલા તો રામાયણના કિસ્સા સંભળાવ્યા હતા. તેઓ પોતાના ભાષણ દરમિયાન લોકોની ખૂબ વાહ વાહી લૂટી રહ્યા હતા. આ જ સમયે તેઓ બેકાબૂ બની ગયા હતા. બીજેપીના ઉપવાસ કાર્યક્રમમાં સાંસદ ઉપરાંત મંત્રી દીપક જોશી, દેવાસના ધારાસભ્ય ગાયત્રી રાજે પવાર તેમજ જિલ્લાના ભાજપના નેતાઓ જોડાયા હતા.
First published: April 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...