દલિત હોવાના કારણે ભાજપનાં સાંસદને ગામમાં પ્રવેશવા ન દીધા

ભાજપના દલિત સાંસદને અસ્પૃશ્યતાનો કડવો અનુભવ થયો.

સાંસદ જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ સાંસદને ગામમાં પ્રવેશવા ન દીધા અને કહ્યું, તમે દલિત છો અને અમારા ગામમાં દલિતો પર પ્રતિબંધ છે,”.

 • Share this:
  ડી.પી. સતિશ, કર્ણાટકા: ભારતમાં હજુ અસ્પૃશ્યયતા કેટલી વ્યાપક છે તેનું તાજુ ઉદાહરણ એ છે કે, ભાજપનાં જ દલિત સાંસદને તેમના મત વિસ્તારમાં આવેલા યાદવોના ગામમાં તેમને પ્રવેશવા ન દીધા. કેમ કે, તેઓ દલિત છે.

  સુત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં ભાજપનાં સિનિયર નેતા એ. નારાયણાસ્વામીને આ કડવો અનુભવ તેમના મત વિસ્તારમાં આવેલા એક ગામમાં થયો.

  એ.નારાયણસ્વામી તેમના મત વિસ્તાર ચિત્રદુર્ગા લોકસભા મત વિસ્તારમાં આવેલા ગોલારહટ્ટી ગામની મુલાકાતે ગયા હતા. આ ગામમાં યાદવોની વસ્તી વધારે છે.

  દલિત સાંસદ સોમવારે આ ગામમાં ઘરવિહોણા લોકો માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અતંર્ગત ઘરો બને તે માટે મુલાકાતે ગયા હતા.
  તેમની સાથે બાયકોન કંપનીના પ્રતિનિધિઓ પણ સાથે હતા. આ સાથે સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ હ્રદયાલયાનાં સંચાલકો પણ હતા. આ ગામનો વિકાસ કરવા માટે આ કંપની આગળ આવી છે.

  સાંસદ જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ સાંસદને ગામમાં પ્રવેશવા ન દીધા અને કહ્યું, તમે દલિત છો અને અમારા ગામમાં દલિતો પર પ્રતિબંધ છે,”.

  સાંસદની સાથે રહેલા માણસો સ્થાનિક લોકોને સમજવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, તેઓ સાંસદ છે પણ ગામના લોકો ટસના મસ ન થયા અને ગામ લોકોએ કહ્યું કે,  અમે તેમના માટે ખુરશીની વ્યવસ્થા કરીએ છીએ. ગામની બહાર બેસે,”.
  સાંસદ નારાયણસ્વામીએ પણ સ્થાનિક લોકો સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો પણ તેમા તેમને નિષ્ફળતા મળી.

  ગામ લોકોના આ વ્યવહારથી દુખી થયેલા સાંસદ ત્યાંથી પાછા ફર્યા.

  મીડિયા સાથેની વાતચીતમાં એ. નારાયણસ્વામીએ જણાવ્યું કે, જો લોકો સાથે ઘર્ષણ કરીને તેઓ ગામમાં પ્રવેશ કરવા ઇચ્છતા નથી. હું ઇચ્છુ છુ કે, લોકોનું માનસ પરિવર્તન થાય. હું ગામ લાકો સામે કેસ કરવા માંગતો નથી. અસ્પૃશ્યતા એ વાસ્તવિક્તા છે. લોકોનું હ્લદય પરિવર્તન થાય એ મહત્વનું છે. કાયદો તેમાં પરિવર્તન ન લાવી શકે,”.
  Published by:Vijaysinh Parmar
  First published: