કર્ણાટક ચૂંટણી: બીજેપી MPને મુસ્લિમ વિસ્તારની પાક. સાથે સરખાણી કરવી પડી ભારે

  • Share this:
    કર્ણાટકના ધારવાડથી બીજેપીના એમપી પ્રહલાદ જોશીના વિરૂદ્ધ પોલીસે એફઆઈઆર નોંધી છે. પ્રહલાદ જોશી પર હુબલીના એક મુસ્લિમ વિસ્તારની સરખામણી પાકિસ્તાન સાથે કરવાનો આરોપ છે. હુબલીમાં એક ભાષણ દરમિયાન પ્રહલાદ જોશીએ હુબલીના સદરસોફા વિસ્તારની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી. આ બાબતમાં પોલીસે તેમના વિરૂદ્ધ FRI નોધી છે. કર્ણાટક પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે, આ બાબતે પ્રહલાદ જોશી સાથે પણ પૂછપરછ થઈ શકે છે. પ્રહલાદ જોશી પર આરોપ છે કે, તેમને આવો નિવેદન આપીને સાંપ્રદાયિક લાગણીઓ ઉશ્કેરવાની કોશિશ કરી છે. જણાવી દઈએ કે, કર્ણાટકના રાજકીય મોહલમાં રાજનીતિનો પરવાનો ચડી ગયો છે. 224 સીટોવાળી વિધાનસભા માટે 12 મેના દિવસે પ્રથમ તબક્કા માટે મતદાન થશે. આનું પરિણામ 15 મેના દિવસે આવશે.

    આ બાબતે ફરિયાદકર્તા મોહમ્મદ હનીફે 25 માર્ચે પોલીસને જણાવ્યું હતું કે, જોશીએ પોતાના ભાષણમાં કહ્યું કે, હુબલીમાં મસ્જિદમાં હથિયાર રાખવામાં આવે છે. તેમના જણાવ્યા અનુસાર પ્રહલાદ જોશીએ આ નિવેદન મીડિયા સાથે વાત કરતી વખતે આપ્યું હતું. શુક્રવારે સાંજે મુસ્લિમ સમુદાયના લોકોએ પ્રહલાદ જોશીના આ નિવેદન વિરૂદ્ધ પ્રદર્શન પણ કર્યું અને તેમના વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
    Published by:Mujahid Tunvar
    First published: