પટના : પૂર્વ કેન્દ્રીય મંત્રી રામકૃપાલ યાદવ (Ram Kripal Yadav) બુધવારે માંડ માંડ બચ્યા હતા. તેઓ દરધા નદી (Dardhaa River)માં આવેલા પૂર બાદ ધનરુઆ ગામનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા. આ સમયે તેમના અમુક સમર્થકોએ તેમને ટ્યૂબની બનાવવામાં આવેલી બોટમાં જવાનો આગ્રહ કર્યો હતો. પહેલા તો પૂર્વ મંત્રીએ જવાનો ઇન્કાર કરી દીધો હતો પરંતુ તેમના સમર્થકો માન્યા ન હતા. સમર્થકોની જીદને કારણે તેઓ ટ્યૂબની બનેલી બોટ પર સવાર થયા હતા.
નદીના કિનારાથી થોડા અંતરે જતા જ ટ્યૂબવાળી હોડી પલટી ગઈ હતી. જેના કારણે પૂર્વ મંત્રી રામકૃપાલ યાદવ નદીમાં પડી ગયા હતા. જે બાદમાં ત્યાં અફરાતફરી થઈ ગઈ હતી. કેમ પણ કરીને રામકૃપાલને બચાવી લેવામાં આવ્યા હતા. હાલ તેઓ સુરક્ષિત છે.
પટના સહિત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
પૂરના ખતરા સામે લડી રહેલા બિહાર માટે આગામી 48 કલાક ભારે છે. બે દિવસની રાહત પછી રાજ્યમાં ફરી એક વખત સ્થિતિ બગડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજધાની પટના સહિત મધ્ય બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. ત્રીજી ઓક્ટોબરના રોજ બિહારના દક્ષિણ-પશ્ચિમ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે ગુરુવાર અને શુક્રવાર બિહાર માટે ભારે સાબિત થઈ શકે છે.
#WATCH Bihar: BJP MP Ram Kripal Yadav falls into the water after the makeshift boat he was in, capsized in Masaurhi, Patna district, during his visit to the flood affected areas yesterday. He was later rescued by the locals. (02.10.2019) pic.twitter.com/iwI4OdNGiH
નોંધનીય છે કે વરસાદને કારણે પટનામાં પાણી ભરાયા છે. જ્યારે નદીઓ પણ ગાંડીતૂર બની છે. કહેવામાં આવી રહ્યું છે કે ગંગાની સાથે સાથે પુનપુન નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. પુનપુન નદીની સપાટી 1975ની રૅકોર્ડથી બિલકુલ નજીક પહોંચી છે. નદીનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું છે. જ્યારે દરધા નદીમાં પણ ધોડાપૂર આવ્યું છે. દરધા નદીનું પાણી પણ અનેક વિસ્તારોમાં ફરી વળ્યું છે. જેનાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર