બીજેપીનાં જ દલિત નેતાએ ઉઠાવ્યા બુલંદ અવાજ, પક્ષમાં વિરોધી સૂર

 • Share this:
  ભારત બંધ આંદોલન પછી બીજેપીમાં દલિત નેતાઓએ પોતાના અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા દિવસોમાં બહરાઇચની સાંસદ સાવિત્રી બાઇ ફુલેએ એસી-એસટી એક્ટ અંતર્ગત પોતાની સરકારને ઘેરી લીધી છે. જેના પછી બીજેપીના રોબટ્સજંગના સાંસદ છોટેલાલનું નામ પણ આ જોડાઇ ગયું છે. નગીના લોકસભા સીયમાં બીજેપી સાંસદ ડો.યશવંત સિંહે પણ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. ભાજપ સાંસદ ઉદિત રાજે પણ આરોપ લગાવ્યો છે કે ભારત બંધ દરમિયાન હિંસક પ્રદર્શન વચ્ચે વિભિન્ન ભાગોમાં તેમના દલિત સમુદાયના સભ્યોને હેરાન કરવામાં આવે છે.

  ઉદિત રાજે એક ટ્વિટ કરીને કહ્યું છે કે, '2 એપ્રિલના થયેલ આંદોલનમાં ભાગલેનાર દલિતો પર અત્યાચારની ખબરો મળી રહી છે જે બંધ થવું જોઇએ. 2 એપ્રિલ પછી દલિતોને દેશભરમાં હેરાન કરવામાં આવી રહ્યાં છે. બાડમેર, જાલૌર, જયપુર, ગ્વાલિયર, મેરઠ, બુલંદશહર, કરૌલી અને અન્ય સ્થાનોના લોકો સાથે આવું થઇ રહ્યું છે. ન માત્ર આરક્ષણ વિરોધ પરંતુ પોલીસ પણ તેમને મારી રહી છે. ખોટા મામલાઓ તેમની પર લગાવી રહી છે.'

  નોર્થ-વેસ્ટ દિલ્હી સીટના સાંસદ ઉદિત રાજે કર્યું કે ગ્વાલિયરમાં તેમના દ્વારા ચલાવવામાં આવી રહેલા દલિત સંગઠનના એક કાર્યકર્તાને હેરાન કરવામાં આવ્યાં. આપને જણાવીએ કે અનુસુચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ મામલે 2 એપ્રિલના રોજ કરાયેલ હિંસક પ્રદર્શનમાં 11 લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં અને ઘણાં લોકો ઘાયલ થયા હતાં.

  યશવંતસિંહે લખ્યો પીએમ મોદીને પત્ર
  આ પહેલા નગિના લોકસભા સીટના બીજેપી સાંસદ ડો.યશવંતસિંહે પીએમને પત્ર લખ્યો હતો. પત્રમાં ભાજપના દલિત સાંસદ યશવંતસિંહે લખ્યું છે કે તેઓ દલિત સમાજના જાટવ સમુદાયના એક સંસદ છે અને માત્ર અનામતને કારણે તેઓ સંસદ બની શક્યા છે. પોતાની યોગ્યતા બાબતે જણાવતા કહ્યું કે, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સિસમાંથી એમ. ડી.ની ડિગ્રી અને અમેરિકાની યુએસએમએલઈની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. તેમને લાગે છે કે અનામતને કારણે જ તેમને સાંસદ બનવાનો અવસર મળ્યો છે. તેમની યોગ્યતાનો ઉપયોગ થઈ રહ્યો નથી. તેને કારણે અનામત તેમના લોકો માટે એક જીવનદાયક હવાની જેમ છે. અનામત વગર દલિત અને પછાત સમુદાયનું આ દેશમાં કોઈ અસ્તિત્વ રહેશે નહીં. યશવંતસિંહે કહ્યું છે કે ચૂંટાયા બાદ તેમણે વડાપ્રધાનને મળીને પ્રમોશનમાં અનામત માટે બિલ પાસ કરવવા બાબતે અનુરોધ કર્યો હતો. યશવંતસિંહે ત્યાં સુધી કહી દીધું કે ચાર વર્ષ વીતવા છતાં દેશના લગભગ 30 કરોડ દલિતોના પ્રત્યક્ષ હિતના ઉદેશ્યથી કેન્દ્ર સરકારે કોઇપણ કામ કર્યું નથી. જેવા કે અનામત બિલ પાસ કરાવવા અને પ્રાઈવેટ નોકરીઓમાં અનામત અપાવવું જેવા કામનો સમાવેશ થાય છે.  વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં ભાજપના સાંસદ યશવંતસિંહે કહ્યુ છે કે કોર્ટમાં તેમના સમાજનું કોઈ પ્રતિનિધિત્વ નથી અને તેના કારણે કોર્ટ દરેક વખતે તેમના વિરુદ્ધ નવા-નવા નિર્ણય આપીને તેમના અધિકારોને સમાપ્ત કરી રહ્યા છે. આ દેશની 70 ટકા મિલકતો એક ટકા લોકો પાસે છે અને તેમને સરકારનું સંરક્ષણ પણ મળેલું છે. તો આ દેશની 25 ટકા વસ્તી પાસે દેશની મિલકતોના અડધા ટકા જેટલી સંપત્તિ નથી. તેમણે લખ્યું છે કે, જ્યારે સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા અને વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યું કે આ સરકાર ગરીબો, દલિતો, વંચિતોની સરકાર છે. તો દિલ ખુશ થઈ ગયું હતું કે તમે જરૂરથી દલિત પછાત સમાજના પ્રત્યક્ષ હિતોને ધ્યાનમાં રાખીને અનામત બિલને પાસ કરાવશો. પરંતુ આજે સ્થિતિ એવી છે કે ભાજપના દલિત સાંસદો સામે દરરોજ પોતાના સમાજની હેરાનગતિના પ્રશ્નો આવે છે. ભાજપના દલિત સાંસદો આના સંદર્ભે જવાબ આપી નથી શકતા.  છોટેલાલે પણ ઉઠાવી ચુક્યા છે દલિત ઉત્પીડન મુદ્દો
  આ પહેલા બીજેપીના રોબર્ટસગંજ સાંસદ છોટેલાલે પણ વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું હતું કે સપા સરકાર દરમિયાન જ્યારે ગુંડા રાજ ચાલી રહ્યું હતું ત્યારે તેણે પોતાના ભાઇ અને આદિવાસી દલિત નેતા જવાહર ખરવારને ચંદોલીમાં નૌગડ બ્લોકનું પ્રમુખ પદ જીતાડ્યું હતું.
  Published by:Kaushal Pancholi
  First published: