Home /News /national-international /બીજેપી સાંસદ દીયા કુમારીએ કહ્યું- 'અમે ભગવાન રામના વંશજ છીએ'

બીજેપી સાંસદ દીયા કુમારીએ કહ્યું- 'અમે ભગવાન રામના વંશજ છીએ'

દીયા કુમારી

રાજસ્થાન રોયલ પરિવારના સભ્ય દીયા કુમારીએ એવું પણ કહ્યું હતું કે જો જરૂર પડશે તો અમે આના પુરાવા પણ આપીશું.

જયપુર : બીજેપીના સાંસદ અને જયપુર રોયલ પરિવારના સભ્ય દીયા કુમારીએ રવિવારે દાવો કર્યો છે કે તેઓ ભગવાન રામના વંશજ છે. જયપુર ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન દીયા કુમારીએ કહ્યું હતું કે, "જ્યારે સુપ્રીમ કોર્ટે એવો સવાલ પૂછ્યો હતો કે આ દુનિયામાં ભગવાન રામના કોઈ વંશજ છે કે નહીં ત્યારે મેં જવાબમાં કહ્યું હતું કે, અમે ભગવાન રામના પુત્ર કુશના વંશજ છીએ. મેં એવું પણ કહ્યું હતું કે મારી જેમ આ દુનિયામાં ભગવાન રામના અન્ય વંશજો પણ છે. ભગવાન રામના વંશજ હોવું અમારા માટે ગર્વની વાત છે."

દીયા કુમારીએ પોતે ભગવાન રામના વંશજ હોવાનો દાવો ફરીવાર દોહરાવ્યો હતો. દીયા કુમારીએ એવું પણ કહ્યું હતું કે જો જરૂર પડશે તો અમે આના પુરાવા પણ આપીશું.

દીયા કુમારીએ હાલ સુપ્રીમ કોર્ટમાં ભગવાના રામ જન્મભૂમિ મંદીરને લઈને ચાલી રહેલી દલીલોને અનુલક્ષીને આવો દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન કોર્ટે પૂછ્યું હતું કે શું આ દુનિયામાં ભગવાન રામના કોઈ વંશજ જીવિત છે કે નહીં.

દીયા કુમારીને જ્યારે આ અંગેના પુરાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેમના પરિવાર પાસે આના વિશે જૂના દસ્તાવેજ છે. જેની તપાસ કરતા તેમના પરિવારનો વંશવેલો ભગવાન રામ સુધી પહોંચે છે.

દીયા કુમારેએ કહ્યું કે, "હું બાળપણથી મારા ઘરમાં આ અંગેની વાતો સાંભળતી આવી છું. આ ઉપરાંત તમે કચ્છવાહ કુળ વિશે ઓનલાઇન સર્ચ કરશો તો તેમાં પણ અમારો વેલો રામના પુત્ર કુશ સુધી પહોંચતો હોવાનું જોઈ શકશો."



"મારા દાવાની સાબિતી માટે અમારી પાસે મૅન્યુસ્ક્રિપ્ટ તેમજ લાઇબ્રેરી અને મ્યુઝિયમમાં ફેમિલી ટ્રી છે. આના આધારે અમે ભગવાન રામના વંશજો હોવાનો દાવો કરતા આવ્યા છીએ. આવો દાવો કરનારા અમે એકલા નથી. રાઠોડ પણ દાવો કરે છે કે તેઓ કુશના ભાઈ લવના વંશજો છે."

જોકે, આ પ્રસંગે દીયા કુમારીએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં હસ્તક્ષેપ કરવા માટે તેણી આવો દાવો નથી કરી રહ્યાં. જો આ મામલે જરૂરિયાત ઉભી થઈ હોત તો હું તેના પુરાવા આપવા માટે પણ તૈયાર હતી.
First published:

Tags: Lord Ram, Ram temple, ભાજપ, રાજસ્થાન, સાંસદ