BJP સાંસદ અનંત હેગડેનું ગાંધીજી પર વિવાદિત નિવેદન : 'તેમનો સ્વાતંત્રતા સંગ્રામ માત્ર ડ્રામા'

News18 Gujarati
Updated: February 3, 2020, 2:38 PM IST
BJP સાંસદ અનંત હેગડેનું ગાંધીજી પર વિવાદિત નિવેદન : 'તેમનો સ્વાતંત્રતા સંગ્રામ માત્ર ડ્રામા'
અનંત કુમાર હેગડેએ મહાત્મા ગાંધીના ઉપવાસ અને સત્યાગ્રહને પણ નાટક ગણાવ્યા

અનંત કુમાર હેગડેએ મહાત્મા ગાંધીના ઉપવાસ અને સત્યાગ્રહને પણ નાટક ગણાવ્યા

  • Share this:
બેંગલુરુ : ભારતીય જનતા પાર્ટી ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડે (Anantkumar Hegde) ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેઓએ આ વખતે મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. હેગડેએ ગાંધીના નેતૃત્વમાં થયેલા ભારતના સ્વતંત્રતા આંદોલનને એક નાટક કરાર કર્યું. આ ઉપરાંત બીજેપી સાંસદે ગાંધીને 'મહાત્મા' કહેવા અંગે પણ સવાલ ઊભા કર્યા છે.

બીજેપી સાંસદ અનંત કુમાર હેગડેએ શનિવારે કર્ણાટકના બેંગલુરુમાં એક જાહેરસભા દરમિયાન આ વાત કહી. કર્ણાટકના ઉત્તર કન્નડથી લોકસભા સાંસદે આ દરમિયાન ભારતના સ્વતંત્રતા સંગ્રામનો ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે, સમગ્ર સ્વતંત્રતા સંગ્રામ બ્રિટિશ સરકારની મંજૂરી અને સમર્થનની રચવામાં આવ્યું હતું. આઝાદીના આંદોલન દરમિયાન તથાકથિત નેતાઓમાંથી કોઈએ એક વાર પણ પોલીસનો માર નહોતો ખાધો. એક વાર પણ નહીં. ગાંધીનો સ્વતંત્રતા સંગ્રામ માત્ર એક ડ્રામા હતો.

હેગડેએ આટલેથી અટકવાને બદલે વધુમાં કહ્યું કે, અસલમાં ભારતનો સ્વતંત્રતા સંગ્રામ વાસ્તવિક લડાઈ નહોતી. તે સામંજસ્યના આધારે રચવામાં આવેલા સ્વતંત્રતા સંગ્રામ હતો.


ગાંધીના ઉપવાસ અને સત્યાગ્રહ નાટક હતા

અનંત કુમાર હેગડેએ મહાત્મા ગાંધીના ઉપવાસ અને સત્યાગ્રહને પણ નાટક ગણાવ્યા. તેઓએ કહ્યું કે કૉંગ્રેસના સમર્થક કહે છે કે આમરણ ઉપવાસ અને સત્યાગ્રહથી ભારતને આઝાદી મળી. તે સાચું નથી. તેઓએ કહ્યું કે અંગ્રેજોએ સત્યાગ્રહને કારણે દેશ નહોતો છોડ્યો. અંગ્રેજોએ નિરાશ થઈને ભારત છોડ્યું હતું.

'ઈતિહાસ વાંચું છું તો ગુસ્સો આવે છે'હેગડેએ વધુમાં કહ્યું કે, જ્યારે હું ઈતિહાસ વાંચું છું તો ગુસ્સાથી મારું લોહી ઉકળવા લાગો છે. દેશને લઈને આવું નાટક કરનારા ગાંધી જેવા લોકો આપણા દેશમાં મહત્મા થઈ ગયા. આવું કેવી રીતે થઈ શકે?

આ પણ વાંચો, રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન : નથૂરામ ગોડસે અને પીએમ મોદીની વિચારધારા એક સરખી


 
First published: February 3, 2020, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading