રાફેલ વિવાદ: રાહુલ ગાંધી વિરુદ્ધ લોકસભામાં વિશેષાધિકાર હનનની નોટિસ

News18 Gujarati
Updated: December 17, 2018, 4:07 PM IST
રાફેલ વિવાદ: રાહુલ ગાંધી વિરુદ્ધ લોકસભામાં વિશેષાધિકાર હનનની નોટિસ
રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

થોડાક દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલના મુદ્દે મોદી સરકારને ક્લીન ચીટ આપી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ભાજપે લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનનની નોટિસ આપી છે. ભાજપનો અરોપ છે કે રાહુલ ગાંધી રાફેલના મુદ્દે દેશને ખોટું બોલ્યા. લોકસભામાં વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ ભાજપના નેતા અનુરાગ ઠાકુર લઈને આવ્યા છે.

રાહુલ ગાંધી છેલ્લા થોડાક સમયથી ભાજપ પર રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે. જોકે, થોડાક દિવસો પહેલા જ સુપ્રીમ કોર્ટે રાફેલ મુદ્દે મોદી સરકારને ક્લીન ચીટ આપી દીધી છે.

રાફેલ ડીલને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભાજપ કોંગ્રેસ પર સતત હુમલાઓ કરી રહ્યું છે. આ ક્રમમાં સોમવારે દેશભરમાં ભાજપના દિગ્ગજ મંત્રી, મુખ્યમંત્રી અને નેતા પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને રાફેલ ડીલની સાચી હકિકત જણાવી રહ્યા છે.

શું છે વિશેષાધિકાર હનન?
દેશમાં વિધાનસભા, વિધાનપરિષદ અને સંસદના સભ્યોની પાસે કેટલાક વિશેષ અધિકાર હોય છે, જેથી તેઓ પ્રભાવી રીતે પોતાના કર્તવ્યોને પૂરા કરી શકે. જ્યારે ગૃહમાં આ વિશેષાધિકારોનું હનન થાય છે કે આ અધિકારીઓની વિરુદ્ધ કોઈ કાર્ય કરવામાં આવે છે તો તેને વિશેષાધિકાર હનન કહે છે. તેની સ્પીકરને કરવામાં આવેલી લેખિત ફરિયાદને વિશેષાધિકાર હનન નોટિસ કહે છે.

આ પણ વાંચો, સુપ્રીમ કોર્ટને અપીલ કરું કે અયોધ્યા રામ મંદિર કેસને ઝડપી ચલાવે: કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદ
First published: December 17, 2018, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading