Home /News /national-international /

મત્સ્યઉદ્યોગ મંત્રાલય મામલે કરેલા નિવેદન બદલ ટ્વીટર પર રાહુલ ગાંધીની મજાક ઉડાવવામાં આવી

મત્સ્યઉદ્યોગ મંત્રાલય મામલે કરેલા નિવેદન બદલ ટ્વીટર પર રાહુલ ગાંધીની મજાક ઉડાવવામાં આવી

મત્સ્યઉદ્યોગ મંત્રાલય મામલે કરેલા નિવેદન બદલ ટ્વીટર પર રાહુલ ગાંધીની મજાક ઉડાવવામાં આવી

રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે એવું કેમ છે કે સમુદ્રના કિસાનો પાસે દિલ્હીમાં મંત્રાલય નથી? રાહુલ ગાંધીની આ ટિપ્પણી પર ભાજપના નેતાઓએ ઘણી મજાક ઉડાવી છે કારણ કે ભારતમાં મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરીનું મંત્રાલય છે

  નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે પુડુચેરીના સોલાઇ નગર વિસ્તારમાં બોલતા કહ્યું કે માછીમારો સમુદ્રના કિસાન છે. આ પછી સવાલ કર્યો કે એવું કેમ છે કે સમુદ્રના કિસાનો પાસે દિલ્હીમાં મંત્રાલય નથી? રાહુલ ગાંધીની આ ટિપ્પણી પર ભાજપના નેતાઓએ ઘણી મજાક ઉડાવી છે કારણ કે ભારતમાં મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરીનું મંત્રાલય છે.

  રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે હું એ જાણીને આશ્ચર્યચકિત છું કે પાર્ટીના એક નેતા એ વાતથી અજાણ છે કે 2019માં પ્રધાનમંત્રીએ મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીને લઈને એક અલગ મંત્રાલય બનાવ્યું હતું અને તેના મંત્રીના રૂપમાં મેં શપથ લીધી છે. પુડુચેરીમાં કાર્ય ચાલી રહ્યું છે.  આ પણ વાંચો - પંજાબ નગર નિગમ ચૂંટણી : અકાલી દળ અને બીજેપીના સુપડાં સાફ, રાજ્યમાં કોંગ્રેસનો ડંકો

  આ મામલે વિત્ત રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે પણ રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. અનુરાગ ઠાકુરે લખ્યું કે શ્રી રાહુલ ગાંધી, મત્સ્યપાલકોની આર્થિક જરૂરિયાતને પૂરી કરવા માટે 2019માં કિસાન ક્રેડીટ કાર્ડ આપવામાં આવ્યું હતું. આત્મનિર્ભર પેકેજ 2020 અંતર્ગત માછલી પાલનના સતત વિકાસ માટે પીએમ મત્સ્ય સંપદા યોજના લોન્ચ કરવામાં આવી હતી. મત્સ્યપાલકોને ગુમરાહ કરવાના બદલે તે વિશે વાંચવાનું કેવું રહેશે.  આ સંબંધમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ઇટાલિયન ભાષામાં ટ્વિટ કરીને લખ્યું કે તે ફક્ત એક જ વાત જાણે છે જુઠ, ભય અને ખોટી સૂચના ફેલાવવાનું.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Puducherry, ભાજપ, રાહુલ ગાંધી

  આગામી સમાચાર