'હું ગૃહમંત્રી હોત તો બુદ્ધિજીવીઓને ગોળી મારવાનો આદેશ આપી દેતો'

 • Share this:
  બીજેપીના એક વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બસવનગૌડા પાટિલ યતનાલે તે કહીને પોતાની ઈજ્જતની ધૂળધાણી કરાવી લીધી છે કે, "જો તેઓ ગૃહમંત્રી હોતા તો પોલીસને આદેશ આપતા કે તેઓ બુદ્ધિજીવીઓને ગોળી મારી દે." કારગિલ વિજય દિવસ પર પોતાના ચૂંટણી ક્ષેત્ર વિજયપુરામાં એક કાર્યક્રમમાં તેમને આ વાત કરી. સાથે જ બુદ્ધિજીવીઓ અને ઉદારવાદીઓને રાષ્ટ્રવિરોધી પણ કહ્યાં. સત્તાધારી જેડીએસ અને કોંગ્રેસે આ ધારાસભ્ય વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના મીડિયા એડવાઈઝર દિનેશ અમીન મુત્તુનો હવાલો આપતા તેમને કહ્યું કે, એક વખત મુત્તુએ કહ્યું હતું કે, ગરીબીથી બચવા માટે યુવાઓને સેનામાં સામેલ થઈને બલિદાન આપવું જોઈએ.

  પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને કાશ્મીર સમસ્યા માટે દોષિત ઠેરવતા તેમને કહ્યું કે, વડાપ્રધાન મોદી રાજ્યને વિશેષ દરજ્જો આપનાર કલમ 370 હટાવી દેશે. તેમના કર્ણાટક બીજેપી અધ્યક્ષ યેદુરપ્પા સાથે નજીકના સંબંધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈલેક્શન પહેલા જ તેઓ બીજેપીમાં ફરીથી પરત ફર્યા છે. 1994થી 199 સુધી તેઓ બીજેપીના ધારાસભ્ય રહ્યાં અને 1999થી 2009 સુધી તેઓ બીજેપીની ટીકિટ પર બીજાપુરથી સાંસદ રહ્યાં.

  વાજપેયીના મંત્રીમંડળમાં તેઓ 2002થી 2004 સુધી રેલવે અને કપડા રાજ્યમંત્રી પણ રહ્યાં. 2010માં બીજેપી છોડીને જેડીએસમાં સામેલ થઈ ગયા અને વર્ષભરમાં જ જેડીએસ છોડી આવ્યા અને પછી સ્વતંત્ર એમએલસી બની ગયા.

  તેઓ ખુબ જ ઉશ્કેરણીજનક ભાષણો માટે જાણિતા છે. મહિના પહેલા જ તેમને સ્થાનિક બીજેપી કાર્યકર્તાઓને કહ્યું હતું કે, તેઓ મુસલમાનો પાસે કામ ના કરાવે. તેઓ આરએસએસ સાથે પોતાના સંબંધોનું પણ ખુબ જ પ્રદર્શન કરે છે.
  Published by:Mujahid Tunvar
  First published: