કોગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંઘિયાને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. 3 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશ પોલીસે આ મામલે પ્રિન્સદીપ લાલચંદ ખટિકની ધરપકડ કરી. 19 વર્ષના પ્રિન્સદીપની માં ઉમા દેવી ખટિક હટા વિધાનસભા સીટ પરથી બીજેપીની ધારાસભ્ય છે. ઉમા દેવીનું કહેવું છે કે, પ્રિન્સે જે કર્યું તે ખોટું છે. પોતાની ભૂલ માટે તેને જેલ જવું પડશે. ઉમા દેવી ખટિકે જણાવ્યું કે, આ કોઈ વર્તન કરવાની રીત નથી. મારા પુત્રને જેલ જવું જ પડશે. હું પોતે તેને પોલીસ સ્ટેશન લાવી હતી. આને જે કર્યું તેનાથી મારી પાર્ટીનું કંઈ જ લેવા-દેવા નથી.
પ્રિન્સદીપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને જ્યોતિરાદિત્ય સિંધિયાને ગોળી મારવાની ધમકી આપી હતી. પોસ્ટમાં લખ્યું હતું- સાંભળ જ્યોતિરાદિત્ય, તારામાં જીવાજી રાવનું લોહી છે. જેને બુન્દેલખંડની પુત્રી ઝાંસીની રાણીનું ખુન કર્યું હતું. જો ઉપકાશી હટામાં પ્રવેશ કરીને આ ધરતીને અપવિત્ર કરવાની કોશિષ કરી, તો ગોળી મારી દઈશ. લહારીમાં જ તારી મોત થશે અથવા મારી.
ગુના લોકસભાના સાંસદ જ્યોતિરાદિત્ય 5 સપ્ટેમ્બરે દામોહ જિલ્લાની મુલાકાત કરવાના છે. પાછળથી પ્રિન્સે આ પોસ્ટ ડિલિટ કરી દીધી. પ્રિન્સની ધરપકડ વિશે જણાવતા હટ્ટા પોલીસ સ્ટેશનના પ્રભારી ધર્મેન્દ્ર સિંહે કહ્યું, કેટલાક કોંગ્રેસ નેતાઓએ પ્રિન્સદીપ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. તેમને કથિત રૂપે પ્રિન્સદીપની એક ફેસબુક પોસ્ટ દેખી હતી. તેમની ફરિયાદ બાદ અમે પ્રિન્સદીપની ધરપકડ કરી.
This is no way to behave. He (her son) will have to go to jail. I myself brought him to the police station. My party has nothing to do with this: BJP MLA Uma Devi Khatik whose son allegedly threatened to shoot Jyotiraditya Scindia (03.09.18) #MadhyaPradeshpic.twitter.com/QbfFnfzTJR
પોલીસનું કહેવું છે કે, ઉમા દેવી જ પ્રિન્સને પોલીસ સ્ટેશન લઈને પહોંચી હતી. તો બીજી તરફ પ્રિન્સની આ ધમકીને લઈને બીજેપીની ઘણી બધી ટીકા થઈ રહી છે. લોકો આને બીજેપી સાથે જોડી રહ્યાં છે. દિગવિજયસિંહે કહ્યું કે, આ ઘટના બીજેપી અને સંઘનો અસલી ચહેરો બતાવે છે. કોંગ્રેસના પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ માંગ કરી છે કે, જરૂરત પડવા પર રાજ્ય સરકાર જ્યોતિરાદિત્ય સિંધિયાની સુરક્ષા વધારે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર