BJP ધારાસભ્યએ ન્યૂઝ18ના પત્રકારને મારી થપ્પડ, કહ્યું - ગોળી મારી દઈશ

તેમણે પત્રકારને દિલ્હી સ્થિત ઉત્તરાખંડ ભવન બોલાવી ધમકાવ્યો. પત્રકાર રાજીવ તિવારીએ પોલીસમાં આ ઘટાનાની ફરિયાદ આપી છે.

News18 Gujarati
Updated: June 13, 2019, 6:31 PM IST
BJP ધારાસભ્યએ ન્યૂઝ18ના પત્રકારને મારી થપ્પડ, કહ્યું - ગોળી મારી દઈશ
BJP ધારાસભ્યએ ન્યૂઝ18ના પત્રકારને મારી થપ્પડ
News18 Gujarati
Updated: June 13, 2019, 6:31 PM IST
ઉત્તરાખંડના ખાનપુરથી બીજેપી ધારાસભ્ય કુંવર પ્રવીણ  ચેમ્પિયને ન્યૂઝ18ના પત્રકાર રાજીવ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી આપી. તેમણે પત્રકાર પર જાહેરમાં હાથ પણ ઉપાડ્યો. બતાવવામાં આવી રહ્યું છે કે, ચેમ્પિયન ચેનલમાં દેખાડવામાં આવેલા કોઈ સમાચારથી નારાજ હતા. તેમણે પત્રકારને દિલ્હી સ્થિત ઉત્તરાખંડ ભવન બોલાવી ધમકાવ્યો. પત્રકાર રાજીવ તિવારીએ પોલીસમાં આ ઘટાનાની ફરિયાદ આપી છે.

વાત જાણે એમ છે કે, રાજીવ તિવારી રોજની જેમ રિપોટિંગ પર હતા. તે સમયે તેમને ફોન આવ્યો કે ચેમ્પિયન તેમને મળવા માંગે છે. રાજીવે પોતાનું કામ પતાવી ચેમ્પિયનને મળવાની વાત કરી. રાજીવ ચેમ્પિયનને મળવા દિલ્હી સ્થિત ઉત્તરાખંડ સદનના રૂમ નંબર 204માં પહોંચ્યા તો, ત્યાં તેમને બેસાડી રાખવામાં આવ્યા.

રાજીવ તિવારી અનુસાર, તેમના પહોંચ્યા બાદ પ્રવિણ ચેમ્પિયને પોતાની પિસ્તોલ મંગાવી, અને તેને ફિલ્મી સ્ટાઈલમાં સેન્ટ્રલ ટેબલ પર રાખી દીધી. ત્યારબાદ ફોન પર તેમણે કોઈને નંબર મિલાવી એવી વાતો શરૂ કરી જેથી રાજીવ તિવારીને લાગે કે ચેમ્પિયન ખુબ ખતરનાક વ્યક્તિ છે.

સમાચાર ચલાવ્યા તો ગોળી મારી દઈશ
રાજીવ અનુસાર, બીજેપી ધારાસભ્ય કુંવર પ્રવીણ ચેમ્પિયને તેમને સીધી ધમકી આપી કે જો મારા વિરુદ્ધ સમાચાર ચલાવશો તો, ગોળી મારી દઈશ. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ચેમ્પિયનને લઈ કઈં સમાચાર ચાલ્યા હતા જેથી તે નારાજ હતા.

પત્રકારોને કહ્યા અપશબ્દો
Loading...

રિપોર્ટર રાજીવ તિવારીનું કહેવું છે કે, ઉત્તરાખંડ સદન કેમેરા નંબર 204માં ધારાસભ્ય મહોદય પત્રકારોને સામૂહિક રૂપથી અપશબ્દો કહેવા લાગ્યા. તે સમયે પ્રવિણ સાથે કેમેરામાં 6-7 લોકો હાજર હતા. હવે રાજીવ તિવારીએ તેનો વિરોધ કર્યો તો, પ્રવિણ ચે્પિયન તેમની પિસ્તોલ દેખાડવા લાગ્યા, કે તે આ રીતે ગોળી મારી દે છે. રાજીવ તિવારીએ તેમને પૂછ્યુ કે શું તેમણે આ માટે તેને બોલાવ્યો હતો, ત્યાકે તેમણે એક બીજી ચેનલના રિપોર્ટરનું નામ લઈને ગાળો આપવાનું શરૂ કરી દીધુ.

આ બધા વચ્ચે રાજીવે નીચે ઉતરી સદનના વ્યવસ્થાપક રંજન મિશ્રાના રૂમમાં જતા રહ્યા, તો તેમની પાછળ-પાછળ ચેમ્પિયન ત્યાં પણ પહોંચી ગયા. આ દરમ્યાન એક અન્ય ચેનલના રિપોર્ટર પણ ત્યાં પહોંચી ગયા. ગુસ્સાથી લાલઘૂમ પ્રવિણે પોતાના લોકોની સાથે ઉત્તારખંડ સદનના વ્યવસ્થાપક રંજન મિશ્રાના રૂમમાં પણ મારવાની કોશિસ કરી પરંતુ કેમેરો ચાલુ જોતા ચેમ્પિયન રોકાઈ ગયા.

શું હતા સમાચાર જેથા ચેમ્પિયન આટલા નારાજ હતા
દિલ્હીના ચાણક્યપુરી સ્થિત ઉત્તરાખંડ સદનમાં હરિદ્વાર નંબરના રજીસ્ટ્રેશનવાળું એક વાહન પાર્ક કરવામાં આવ્યું હતું. આ ગાડીનો પ્રયોગ ચેમ્પિયન પોતાના કાફલો બનાવવા કરતા હતા. આ વાહન પર ગેરકાયદે ઉત્તરાખંડ પોલીસ લખાવવામાં આવ્યું હતું, જ્યારે આ ગાડી એક પ્રાઈવેટ વાહન છે, જે 23 ડિસેમ્બર, 2013ના રોજ રાજ નરેન્દ્ર સિંહ દ્વારા ખરીદવામાં આવ્યું હતું.
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...