Home /News /national-international /

UP ભાજપના ધારાસભ્ય સાધના સિંહે કહ્યું, 'માયાવતી ન તો મહિલા જેવા છે, ન તો પુરુષ જેવા છે'

UP ભાજપના ધારાસભ્ય સાધના સિંહે કહ્યું, 'માયાવતી ન તો મહિલા જેવા છે, ન તો પુરુષ જેવા છે'

મુગલસરાયના ધારાસભ્ય સાધનાસિંહની ફાઇલ તસવીર

BJPના નેતાઓ અટકાવતા રહ્યાં છતાં સ્ટેજ પરથી ધારાસભ્ય સાધના સિંહ અભદ્ર નિવેદન આપતા રહ્યા.

    ન્યૂઝ 18 ગુજરાતી: ભારતીય જનતા પાર્ટીના મહિલા ધારાસભ્ય સાધના સિંહે માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે. સાધના સિંહે પોતાના ભાષણમાં વિરોધીઓ અંગે બોલતા એટલા ઓતપ્રોત થઈ ગયા કે તેમણે એવું નિવેદન આપી દીધું કે માયાવતી ન તો પુરૂષ છે ન મહિલા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મંચ પર ઉપસ્થિત ભાજપના અન્ય નેતાઓ સાધના સિંહને ચૂપ થવા કહી રહ્યાં છે, તેમ છતાં સાધના સિંહ અટક્યા નહોતા.

    હકીકતે ઉત્તર પ્રદેશના બબુરીમાં ખેડૂત કુંભ મહાઅભિયાન કાર્યક્રમ અંતર્ગત એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના પ્રદેશ મંત્રી પંકજ સિંહ પણ ઉપસ્થિત હતા. આ સભા દરમિયાન ખેડૂતોને સંબોધિત કરતા મુગલસરાય વિધાનસભાના ધારાસભ્ય સાધના સિંહે વિરોધીઓ ઘેરવાની શરૂઆત કરી દીધી હતી. તેમના ભાષણમાં જ્યારે માયાવતીનો ઉલ્લેખ થયો ત્યારે સાધના સિંહે કહ્યું માયાવતી ન તો નર છે ન તો નારી છે. તેમના કહેવાનો અર્થ એ પણ થાય છે કે તેમણે માયાવતીને કિન્નર ગણાવ્યા.

    આટલેથી ન અટકતા સાધાના સિંહે જણાવ્યું કે મહિલા તમામ ચીજો ભૂલી શકે છે, પરંતુ અપમાન ભૂલી શકતી નથી. માયાવતી સત્તા હાસલ કરવા માટે ગેસ્ટહાઉસ કાંડ ભૂલી ગયા. હું તેમના આ પગલાંની ટીકા કરું છુ.

    અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના આ મહિલા ધારાસભ્ય સાધના સિંહનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. વિધાન સભાની ચૂંટણી દરમિયાન પણ તેમનો ગાળો આપતો એક વીડિયો વાઇરલ થયો હતો. ધારાસભ્ય બન્યા બાદ તેમણે મુગલસરાયના ડીઆરએમને ઓકાતમાં રહેવાની સલાહ આપી હતી તેના કારણે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Female, Mayavati, Uttarpradesh, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन