આ વીડિયો બીજેપી ધારાસભ્ય મીમી મજુમદાર ગુરુવારે રાત્રે પશ્ચિમ ત્રિપુરામાં તેમના મતવિસ્તારના ડૂબેલા વિસ્તાર સૂર્યપાડાની મુલાકાત લઈ રહ્યા હતા તે સમયનો છે (તસવીર - સોશિયલ મીડિયા)
Mimi Majumdar Viral Video - સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભારતી દેબનાથ નામની વૃદ્ધ મહિલા મીમી મજુમદારના પગ સાબુ અને પાણીથી ધોતી અને ટુવાલ વડે સાફ કરતી જોવા મળે છે
નવી દિલ્હી : ત્રિપુરાની (Tripura )બાદરઘાટ વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય મીમી મજુમદાર (Tripura BJP MLA Mimi Majumder)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો ધારાસભ્ય મીમી મજમુદારની આકરી ટીકા કરી (Mimi Majumder Viral Video) રહ્યા છે. શુક્રવારે એક ગરીબ મહિલા દ્વારા BJP મહિલા ધારાસભ્યના પગ ધોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો બીજેપી ધારાસભ્ય મીમી મજુમદાર ગુરુવારે રાત્રે પશ્ચિમ ત્રિપુરામાં તેમના મતવિસ્તારના ડૂબેલા વિસ્તાર સૂર્યપાડાની મુલાકાત લઈ રહ્યા હતા તે સમયનો છે. જોકે ટીકા બાદ ભાજપ ધારાસભ્યએ સ્પષ્ટતા કરી હતી કે મહિલાએ પ્રેમથી તેમના પગ ધોયા હતા.
ડેક્કન હેરાલ્ડના સમાચાર અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભારતી દેબનાથ નામની વૃદ્ધ મહિલા મીમી મજુમદારના પગ સાબુ અને પાણીથી ધોતી અને ટુવાલ વડે સાફ કરતી જોવા મળે છે. ધારાસભ્યએ વિસ્તારનું નિરીક્ષણ પૂર્ણ કર્યા પછી મહિલાએ તેના પગ ધોયા હતા. આ બાબતે વિરોધ પક્ષોએ ઘટનાને લઈને મીમી મજુમદારને આડે હાથ લીધા હતા. રાજ્યમાં વિપક્ષી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) એ તેના સત્તાવાર ફેસબુક પેજ પર વીડિયો શેર કર્યો અને લખ્યું કે ફોટો શૂટ પછી એક મહિલાએ ધારાસભ્ય મીમી મજુમદારના પગ ધોવા પડ્યા.
ધારાસભ્ય પહેલા મીમી મજુમદાર બાદરઘાટ હાયર સેકન્ડરી સ્કૂલના પૂર્વ મુખ્ય શિક્ષક રહી ચૂક્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા મીમી મજુમદારે કહ્યું કે, ધારાસભ્ય પ્રત્યેના પ્રેમ અને લાગણીને કારણે વૃદ્ધ મહિલાએ મારા પગ ધોયા હતા. મહિલાએ મને તેની પુત્રી સમજીને આવું કર્યું હતું. તેને નકારાત્મક દૃષ્ટિએ ન જોવું જોઈએ. આ દર્શાવે છે કે એક ધારાસભ્ય સારું કામ કરીને લોકો પાસેથી કેટલું સન્માન મેળવી શકે છે. હું માનું છું કે, આજની દુનિયામાં કોઈને કોઈના પગ ધોવા અથવા એવું કંઈ કરવા માટે દબાણ કરી શકાય નહીં.
શુક્રવાર સુધી 31 હજારથી વધુ લોકોએ આ પોસ્ટ જોઈ છે અને 391 લોકોએ આ વીડિયો શેર કર્યો છે. જ્યારે 148 લોકોએ શેર કરેલા વીડિયો પર કોમેન્ટ કરી છે. બીજી તરફ યુથ કોંગ્રેસના પ્રમુખ રઘુ દાસે આ ઘટના વિશે કહ્યું, તે શાસક પક્ષના ધારાસભ્યની માનસિકતા દર્શાવે છે. ભાજપને મુશ્કેલ સમયમાં લોકો પ્રત્યે સહાનુભૂતિ નથી. પબ્લિક ઈમેજ બનાવવા માટે તેઓ ફોટોશૂટમાં વ્યસ્ત છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર