ફતેહાબાદ, હરિયાણા : હરિયાણાના ( haryana)ફતેહાબાદના (Fatehabad)ભાજપા ધારાસભ્ય દુડારામની (bjp mla dudaram)પુત્રવધુ 32 વર્ષીય શ્વેતા બિશ્નોઇનું (Shweta Bishnoi)કરંટ (Electric Shock)લાગવાથી મોત થયું છે. જ્યારે તેને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી ત્યાં સુધી તેનું મોત થયું હતું. ધારાસભ્ય દુડારામના ભાઈ ઉગ્રસેનના પરિવારમાં 14 નવેમ્બર લગ્ન છે. આખો પરિવાર ઘણા દિવસોથી તેની તૈયારીમાં લાગેલો હતો કે તેવા સમયે ગુરુવારે સાંજે આ ઘટના બની હતી.
જાણકારી પ્રમાણે ફતેહાબાદથી દુડારામ ભાજપાના ધારાસભ્ય છે. તેમની પુત્રવધુ શ્વેતા બિશ્નોઇ ગુરુવારે બાથરૂમમાં સ્નાન કરવા માટે ગઈ હતી. બતાવવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક ગીઝરમાં કરંટ હતો અને તેણે જેવો શાવર ચાલું કર્યો ત્યારે તેને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન શ્વેતા બેભાન થઇ ગઈ હતી. લગભગ અડધો કલાક સુધી તે બાથરૂમમાંથી બહાર ના નીકળી તો તેમના પરિવારજનોને શંકા ગઈ હતી. તેમણે દરવાજો ખખડાવ્યો તો કોઇ જવાબ આવ્યો ન હતો.
પરિવારને તેને હોસ્પિટલ લઇ ગયા હતા પણ તે પહેલા તેનું મોત થયું હતું. તેના મોતના સમાચાર મળતા જ આદમપુરના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ અને દુડારામના પિતરાઇ ભાઈ દોડી આવ્યા હતા.
ધારાસભ્ય દુડારામના પુત્ર સંદીપના 8 વર્ષ પહેલા શ્વેતા સાથે લગ્ન થયા હતા. તેમનો 4 વર્ષનો પુત્ર છે. ફતેહાબાદ શહેરમાં ભાજપા ધારાસભ્યના પુત્રવધુના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો, સંબંધીઓ અને શહેરના લોકો હોસ્પિટલ બહાર ભેગા થઇ ગયા હતા.
કોંગ્રેસ MLAના પુત્રની આત્મહત્યા
મધ્ય પ્રદેશના જબલપુર કોંગ્રેસના (congress)ધારાસભ્ય સંજય યાદવના (Congress MLA Snajay Yadav) પુત્ર વિભુ યાદવે આત્મહત્યા ( vibhu Yadav Suicide)કરી છે. તેણે પોતાના ઘરે લાયસન્સવાળી પિસ્તોલથી પોતાને ગોળી મારી હતી. વિભુ 16 વર્ષનો હતો. આત્મહત્યાના સાચા કારણ વિશે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાસ્થળેથી 4 પાનાની એક સુસાઇડ નોટ મળી છે. જેમાં તેણે લખ્યું છે કે મારા મમ્મી, પાપા અને ભાઇ બધા સારા છે. મને તેમનાથી કોઇ ફરિયાદ નથી. હું હવે પોતાના મિત્ર પાસે જઈ રહ્યો છું.
ગોળી તેના માથામાં વાગી છે. ગોળીનો અવાજ સાંભળીને પરિવારના લોકો દોડી આવ્યા હતા પણ ત્યારે વિભુ લોહીથી લથપથ થઇને પડ્યો હતો. તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પણ ત્યાં સુધી તેનું મોત થયું હતું. આ દુર્ઘટના ધારાસભ્યના હાથી તાલ વાળા ઘરે બની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર