MLA પુત્રી સાથે લગ્ન કરનાર દલિત યુવકનાં બીજી છોકરી સાથે હતા લગ્ન!

News18 Gujarati
Updated: July 13, 2019, 11:13 AM IST
MLA પુત્રી સાથે લગ્ન કરનાર દલિત યુવકનાં બીજી છોકરી સાથે હતા લગ્ન!
વાયરલ થયેલા વીડિયો પરથી લેવાયેલી તસવીર

અજિતેશ કુમારની સગાઈ ભોપાલની એક છોકરી સાથે પહેલા જ થઈ ચુકી હતી. નવમી ડિસેમ્બરના રોજ લગ્નની તારીખ નક્કી હતી. લગ્નની તમામ તૈયારીઓ પણ થઈ ચુકી હતી.

  • Share this:
બરેલીના બિથરી ચેનપુર બેઠકના બીજેપીના ધારાસભ્ય રાજેશ મિશ્રાની પુત્રી સાક્ષી મિશ્રા અને અજિતેશ કુમારના પ્રેમ લગ્નમાં એક નવો એંગલ સામે આવ્યો છે. એવી તસવીર સામે આવી છે જેનાથી સાબિત થાય છે કે અજિતેશ કુમારની સગાઈ ભોપાલની એક છોકરી સાથે પહેલા થઈ ચુકી હતી. નવમી ડિસેમ્બરના રોજ લગ્નની તારીખ નક્કી હતી. લગ્નની તમામ તૈયારીઓ પણ થઈ ચુકી હતી.

મળતી માહિતી પ્રમાણે ભોપાલની એક હોટલમાં ધામધૂમથી સગાઈ સમારંભ યોજાયો હતો. સગાઈના થોડા દિવસો પછી છોકરાવાળા તરફથી લગ્ન માટે ના કહી દેવામાં આવી હતી. જોકે, સગાઈ અજિતેશની મરજીથી જ થઈ હતી. નોંધનીય છે કે સાક્ષીના એમએલએ પિતા રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પૂ ભરતૌલે એક ખાનગી ચેનલ સાથે વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે અજિતેશની પહેલા સગાઈ થઈ ચુકી છે.



સગાઈ તૂટવાનું કારણ અકબંધ

સગાઈમાં છોકરીના પિતાએ સાત લાખ જેટલી રકમ ખર્ચી હતી. છોકરીના પિતાનું કહેવું છે કે, તેની નાની દીકરી સુંદર અને ભણેલી-ગણેલી છે. આ જ કારણે અજિતેશના પરિવારે નાની દીકરીની પસંદગી કરી હતી અને ઝડપથી સગાઈ કરવાની વાત કરી હતી. આ માટે તાબડતોબ ભોપાલની એક હોટલમાં સગાઈની વિધિ રાખવામાં આવી હતી. સગાઈમાં સાત લાખનો ખર્ચ થયો હતો. આ રકમ હવે કોણ આપશે? સગાઈ તૂટતા મારા સમાજમાં મારી ખૂબ બદનામી થઈ છે.

મારે કોઈ લેવાદેવા નથી : ધારાસભ્ય

છોકરીના પિતાનું કહેવું છે કે જે પણ હોય અજિતેશ અને સાક્ષીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે, બંનેની આગળની જિંદગી ખુશ રહે તેવી હું કામના કરું છું. અજિતેશની સગાઈ અંગે તેમણે કહ્યું કે હવે કોઈ છોકરીઓ સાથે આ પ્રકારનો વહેવાર ન કરે. જો તેને બીજી છોકરી પસંદ હતી તો કારણવગર કોઈ પરિવારને આટલો ખર્ચ ન કરાવવો જોઈએ.

આ પણ વાંચો : યુપીનાં MLAની દીકરી અને દલિત યુવકે લગ્ન કર્યા, વીડિયો બનાવી સુરક્ષા માંગી

કરજ કરીને પિતાએ સગાઈ કરી હતી

જે છોકરીની સગાઈ તૂટી છે તેના પિતા હાલમાં જ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે. તેની પાંચ દીકરી અને એક દીકરો છે. તેમણે કહ્યુ કે નિવૃત્તિ બાદ સગાઈ પાછળ આટલો ખર્ચ કરવો મુશ્કેલ હોવાથી મેં ઉછીના પૈસા લીધા હતા.
First published: July 13, 2019, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading