BJPએ ક્યારેય 15 લાખનો વાયદો કર્યો જ નથીઃ રાજનાથ સિંહ

News18 Gujarati
Updated: April 9, 2019, 10:01 PM IST
BJPએ ક્યારેય 15 લાખનો વાયદો કર્યો જ નથીઃ રાજનાથ સિંહ

  • Share this:
ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહે અનેક મુદ્દે ખુલાસાઓ કર્યા. ગૃહમંત્રી રાજનાથ સિંહે બસપા સુપ્રીમો માયાવતીને તેમના નિવેદન અંગે ઘેર્યા છે. માયાવતીએ મુસ્લીમોને વોટ ન આપવાની અપીલ કરી હતી. જેના પર રાજનાથસિંહે કહ્યું કે, હિન્દુ-મુસલમાનના આધારે રાજકારણ ન થવું જોઈએ. લોકતંત્રમાં આ પ્રકારના નિવેદનનો કોઈ પણ ભોગે સ્વીકાર નહીં કરવામાં આવે.

ભાજપને પૂર્ણ બહુમતી નહીં મળવાના કારણે નીતિન ગડકરીના પીએમ પદના ઉમેદવાર અંગેના સવાલ પર રાજનાથસિંહે જવાબ આપ્યો કે, આ બધા કાલ્પનિક પ્રશ્નો છે. અમને પુરી બહુમતી મળશે અને આવનારા પીએમ પણ નરેન્દ્ર મોદી જ હશે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી ક્યારેય લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા આપવાની વાત કરી જ નથી.

અહીં ક્લિક કરી વાંચોઃ  મારા માટે રાષ્ટ્રવાદનો મતલબ ‘ભારત માતા કી જય’ છે : PM મોદી

આ ઉપરાંત રાજનાથ સિંહે કહ્યું કે ભાજપે કયારેય કહ્યું ન હતું કે લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા ટ્રાંસફર કરવામાં આવશે. ગૃહ મંત્રીએ કહ્યું કે સરકારે કાળા ધન વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. અમારી સરકારના શાસનમાં જ બ્લેક મનીની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ હતી.

રાજનાથ સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, જાતિ, સંપ્રદાય અને ધર્મના નામે રાજકારણ ન થવું જોઈએ. આ ઉપરાંત તેમણે મધ્યપ્રદેશના સીએમ કમલનાથના અંગત લોકોના ઘરે આઈટીના દરોડા રાજકીય હાથ હોવાની આશંકાઓ પર કહ્યું કે, એજન્સીઓ ઈનપુટ્સના આધારે જ કાર્યવાહી કરે છે.

 
First published: April 9, 2019, 10:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading