Home /News /national-international /જેવું મારી સાથે થયું, તેવું તમારી સાથે પણ થશે: ભાજપના નેતાએ રાહુલ ગાંધીને લાલૂ પ્રસાદ યાદવનો શ્રાપ યાદ અપાવ્યો
જેવું મારી સાથે થયું, તેવું તમારી સાથે પણ થશે: ભાજપના નેતાએ રાહુલ ગાંધીને લાલૂ પ્રસાદ યાદવનો શ્રાપ યાદ અપાવ્યો
લાલૂ પ્રસાદ યાદવ અને રાહુલ ગાંધી
ગિરિરાજ સિંહે કહ્યું કે, આ એટલા મોટા પરિવારમાંથી આવે છે અને તેમને એ નથી ખબર અને સમજાતું નથી કે, કાયદાથી મોટુ કોઈ નથી. ગિરિરાજ સિંહે કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કોર્ટ સામે માફી માગવી જોઈએ.
પટના: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહએ કટાક્ષ કરતા કહ્યું કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવના શ્રાપના કારણે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતમ થઈ ગઈ. પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહેતા ગિરિરાજ સિંહે કહ્યું કે, જ્યારે ઘાંસચારા કૌભાંડમાં આદેશ આવ્યો હતો અને લાલૂ પ્રસાદની સદસ્યતા જવાની હતી, તો તે સમયે રાહુલ ગાંધી તેમને મળવા પણ નહોતા. રાહુલ ગાંધીએ ત્યારે આ કેસમાં અપીલની જોગવાઈથી સંબંધિત અધ્યાદેશને ફાડી નાખ્યા હતા. લાલૂ પ્રસાદે તે સમયે રાહુલ ગાંધીને શ્રાપ આપતા કહ્યું હતું કે, 'તમે જે મારી સાથે કર્યું છે, તેવું તમારી સાથે પણ થશે.'
ગિરિરાજ સિંહે કહ્યું કે, આ એટલા મોટા પરિવારમાંથી આવે છે અને તેમને એ નથી ખબર અને સમજાતું નથી કે, કાયદાથી મોટુ કોઈ નથી. ગિરિરાજ સિંહે કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કોર્ટ સામે માફી માગવી જોઈએ. સિંહે કહ્યું કે, આ આખો દેશ પીએમ મોદીનો પરિવાર છે. આપ પીએમ મોદીને ગાળો આપતા આપતા આખા સમુદાયને ગાળો આપવા લાગ્યા. તેમ છતાં પણ રાહુલ ગાંધીએ કોર્ટમાં માફી માગી નહીં. ગિરિરાજ સિંહે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના નિવેદન પર કહ્યું કે, આજે હું તેના પર કોઈ ટિપ્પણી કરવા નથી માગતો, દેશ જોઈ રહ્યો છે, કોણ શહીદ અને કોણ કાયર છે. રાહુલ ગાંધીના આખા પરિવારને આ સમજી લેવું જોઈએ કે, તેઓ પોતાની જ જાળમાં ફસાઈ ગયા છે.
અહીં ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ' મારા ભાઈએ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો એટલા માટે આ બધું થયું. આ સરકાર અદાણી પર જવાબ આપવા માગતી નથી. અમારા શરીરમાં શહીદોનું લોહી વહી રહ્યું છે. જે લોહીને આપ વારંવાર પરિવારવાદી કહો છો, આ લોહી દેશ માટે વહ્યું છે. અમે પાછીપાની કરનારા લોકો નથી. અમે લડીશું. ડરેલી સત્તાની આખી મશીનરી સામ, દામ, દંડ, ભેદ લગાવીને રાહુલ ગાંધીના અવાજને દબાવાની કોશિશ કરી રહ્યા છે. મારો ભાઈ ક્યારેય નથી ડર્યો. ક્યારેય ડરશે પણ નહીં. સત્ય બોલતા જ જીવ્યા છીએ, સત્ય બોલતા રહીશું. દેશના લોકોનો અવાજ ઉઠાવતા રહીશું. સચ્ચાઈની તાકાત અને કરોડો દેશવાસીઓના પ્રેમ તેમની સાથે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર