અશોકનગર : મધ્ય પ્રદેશના મંત્રી પોતાના ક્ષેત્રમાં હતા અને તેમણે લોકોને કરેલો વાયદો પુરો કરવાનો હતા. આ માટે જ્યારે તેમણે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્લાન બનાવ્યો તો મોબાઇલમાં નેટવર્ક આવતું ન હતું. આ પછી તેમણે અનોખી રીત શોધી કાઢી હતી.
લોક સ્વાસ્થ્ય યાંત્રિકી રાજ્ય મંત્રી બૃજેન્દ્રસિંહ યાદવના ગામ સુરેલ પાસે ધાર્મિક ક્ષેત્રમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી પોતે યજમાનની ભૂમિકામાં હતા પણ તેમની પરેશાની એ હતી કે અહીં મોબાઇલના સિગ્નલ મળતા ન હતા. આવી પરિસ્થિતિમાં તેમણે એક જુગાડ શોધી કાઢ્યો હતો. તે મોબાઇલ પર વાત કરવા માટે પાસે રહેલા હિંચકા પર લગભગ 2 કલાક બેસી જાય છે. આ હિંચકાની ઉંચાઇ લગભગ 50 ફૂટ છે.
આ પણ વાંચો - સુરત : મતદાન ના કરતા શિક્ષિત લોકોએ આ કચરો વીણતી મહિલા પાસેથી શીખવું જોઈએ
આ આખી કહાનીમાં બે બાબતો જોવા મળે છે. એક કે જનપ્રતિનિધિ પોતાના જીવની ચિંતા કર્યા વગર 2 કલાક સુધી 50 ફૂટની ઉંચાઇ પર હવામાં ઝુલતા રહે છે અને કામ કરે છે. બીજો એ છે કે અહીં એટલો વિકાસ થયો નથી કે મોબાઇલ સિગ્નલ મળી શકે. સરકારના વિકાસના વાયદા ખોટા પડે છે. ઉલ્લેખનીય છે કે મંત્રી આ ગામમાં 9 દિવસ રોકાવવાના છે અને તેમણે રોજ ફોન કરવા માટે હિંચકા પર બેસવા જવું પડશે.
રાજ્યમંત્રી બૃજેન્દ્રસિંહ યાદવ ગત વર્ષે એક વિવાદમાં પણ ફસાયા હતા. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે શીખ સમાજ માટે ખોટી ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા અને કોઈને ધમકાવી રહ્યા હતા. જોકે તેમણે કહ્યું હતું કે આ કોંગ્રેસનું ષડયંત્ર છે. તેમણે એડિટ કરીને વાયરલ કર્યો છે.
Published by:Ashish Goyal
First published:February 21, 2021, 17:05 pm