શિવસેનાનો સાથ ન મળે તો BJPનો માસ્ટર પ્લાન તૈયાર, આ રીતે મેળવશે સત્તા

News18 Gujarati
Updated: October 30, 2019, 10:55 AM IST
શિવસેનાનો સાથ ન મળે તો BJPનો માસ્ટર પ્લાન તૈયાર, આ રીતે મેળવશે સત્તા
અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર)

બીજેપી 'પ્લાન 2014'નું પુનરાવર્તન કરવાની તૈયારીમાં, અમિત શાહ અને શરદ પવારની ચાલ પર સૌની નજર

  • Share this:
અનિલ રાય, મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Election 2019)ના પરિણામ જાહેર થયાને 6 દિવસ પસાર ચૂક્યા છે. બીજેપી-શિવસેના (BJP-Shiv Sena)ને ગઠબંધનને સ્પષ્ટ જનાદેશ સ્પષ્ટ જનાદેશ મળ્યા બાદ પણ હજુ સુધી સરકાર રચવાનો માર્ગ સ્પષ્ટ નથી થઈ રહ્યો. ચૂંટણીના વલણો સાથે જ શિવસેનાએ બીજેપી પર નવી શરતો થોપવાની શરૂઆત કરી દીધી હતી. નવી શરત મુજબ શિવસેનાને મંત્રીમંડળમાં અડધી સંખ્યા અને શરૂઆતના અઢી વર્ષ સુધી મુખ્યમંત્રીપદ જોઈએ છે પરંતુ બીજેપી કોઈ પણ સ્થિતિમાં શિવસેનાનો પ્રસ્તાવ માનવા તૈયાર નથી. આ વાતની સ્પષ્ટતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis)એ પણ કરી દીધી છે. આમ તો, મહારાષ્ટ્ર વિધાનસભાના કાર્યકાળને જોઈએ તો નવેમ્બર પહેલા સરકારની રચના થવી જરૂરી છે. એવું ન થવાની સ્થિતિમાં બંધારણીય સંકટ ઊભું થઈ શકે છે.

બીજેપી 'પ્લાન 2014'નું પુનરાવર્તન કરવાની તૈયારીમાં

અનેક ચર્ચાઓ બાદ વાતચીત નિષ્ફળ થયા બાદ બીજેપીના એક જૂથે શિવસેના વગર સરકાર રચવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેને નામ આપવામાં આવ્યું છે 'પ્લાન 2014'. સૂત્રોનું માનીએ તો બીજેપી વર્ષ 2014ની જેમ મહારાષ્ટ્રમાં એકલા સરકાર બનાવી શકે છે. વિધાનસભાના આંકડા જોઈએ તો આ થોડું મુશ્કેલ જરૂર લાગે છે પરંતુ જે લોકો બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેમના કાર્યશૈલી જાણે છે, તેમને ખબર છે કે બીજેપી કોઈ પણ રીતે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકે છે. આ પ્લાનને જાણવા માટે બીજેપી સરકારના 2014ના બહુમત પરીક્ષણને જોવું જરૂરી રહેશે. આ બહુમત પરીક્ષણમાં શિવસેના અંત સુધી બીજેપીની વિરુદ્ધ ઊભી હતી પરંતુ અંતિમ સમયમાં અપરોક્ષ રીતે તેણે બીજેપી સાથે આવવું પડ્યું હતું.

આ છે બીજેપીનો માસ્ટર પ્લાન - પ્લાન 2014

બીજેપીના માસ્ટર પ્લાન મુજબ, જો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) 2014ની જેમ વિશ્વાસમતના સમયે ગૃહથી વૉકઆઉટ કરી દે છે તો સરકાર પોતાનો બહુમત સિદ્ધ કરી શકે છે. મૂળે, 288 સભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં જો 54 સભ્યોવાળી એનસીપી બહુમતની રમતથી બહાર થઈ જાય છે તો સંખ્યા 234 રહી જશે. એટલે કે બહુમતનો આંકડો 118 થઈ જશે, જેમાં બીજેપીની પાસે 105 સીટ છે, આવી સ્થિતિમાં તેને માત્ર 13 ધારાસભ્યોની જ જરૂર પડશે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 13 અપક્ષ ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે અને 15થી વધુ નાની પાર્ટીઓના ધારાસભ્ય છે. એવામાં જો ફૉર્મ્યૂલા 2014 કામ કરે છે તો બીજેપી માટે સત્તાનો રસ્તો સરળ થઈ જશે. જોકે, એનસીપીએ હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. ક્યારેક તે શિવસેનાને સાથ આપવાનો સંકેત આપે છે તો ક્યારેક વિપક્ષમાં બેસવાની વાત કહે છે. પરંતુ રાજનીતિના માહેર ખેલાડી શરદ પવાર કયા પ્રસંગે કયો દાવ રમશે તેનો માત્ર અંદાજો જ લગાવી શકાય છે.ચૂંટણી પરિણામોમાં બીજેપી સૌથી મોટી પાર્ટી, પરંતુ બહુમતથી દૂર

નોંધનીય છે કે, ગત સપ્તાહ ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જેમાં બીજેપી 105 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. બીજી તરફ, સહયોગી શિવસેનાએ 56 સીટો પર પોતાનો કબજો જમાવ્યો છે. એનસીપીના ખાતામાં 54 સીટો છે જ્યારે કૉંગ્રેસ 44 સીટો જીતીને ચોથા સ્થાને રહી છે.

આ પણ વાંચો,

શિવસેનાનું નિવેદન : મહારાષ્ટ્રમાં કોઈ ચૌટાલા નથી, ફડણવીસે કહ્યું, 'હું જ 5 વર્ષ CM રહીશ'
PM મોદીએ કહ્યું - ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું
First published: October 30, 2019, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading