બીજેપીનો સંકલ્પ પત્ર : નાના ખેડૂતો માટે પેન્શન, 5 વર્ષ સુધી વ્યાજ વગરની લોન

News18 Gujarati
Updated: April 8, 2019, 12:53 PM IST
બીજેપીનો સંકલ્પ પત્ર : નાના ખેડૂતો માટે પેન્શન, 5 વર્ષ સુધી વ્યાજ વગરની લોન
સંકલ્પ પત્રમાં ખેડૂતો માટે ખાસ જાહેરાત

બીજેપીના સંકલ્પ પત્રમાં ખેડૂતો અને ગ્રામીણ વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. બીજેપી તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ઘોષણાપત્રની જાહેરાત કરી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બીજેપીએ 2019 લોકસભા ચૂંટણી માટે "સંકલ્પ પત્ર" જાહેર કર્યો છે. બીજેપીના સંકલ્પ પત્રમાં ખેડૂતો અને ગ્રામીણ વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. બીજેપી તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ઘોષણાપત્રની જાહેરાત કરી હતી.

ખેડૂતો માટે શું જાહેરાત કરવામાં આવી?

- વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બે-ગણી કરવાનો સંકલ્પ. 2014માં પણ બીજેપીએ પોતાના સંકલ્પ પત્રમાં આ જાહેરાત કરી હતી.

- ખેડૂતો માટે 10 હજાર જેટલી નવી પ્રોડ્યૂસર ઓર્ગેનાઇઝેશન બનાવવાનો સંકલ્પ.

- ખેડૂતોને E-Nam, GrAMs અને પ્રધાનમંત્રી AASHA યોજના અંતર્ગત પૂરતા ટેકાના ભાવ મળે તે માટેની વ્યવસ્થા ઉભી કરવી.

- પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના અંતર્ગત વધારેમાં વધારે ખેડૂતો ખેડૂતો સહાયની રકમ મેળવે તેવા પ્રયાસો કરીશું.- 60 વર્ષની ઉંમર પછી નાના ખેડૂતોને સામાજિક સુરક્ષા મળી રહે તે માટે પેન્શન યોજના શરૂ કરીશું.

- પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી કૃષી સિંચાઈ યોજના અંતર્ગત આવતા તમામ પ્રોજેક્ટો પૂરા કરવાનું લક્ષ્ય.

- મૂળ રકમ પરત કરવાની શરત સાથે ખેડૂતોને એક લાખ સુધીની નવી એગ્રિકલ્ચર લોન પૂરી પાડવામાં આવશે. આ લોન પર પાંચ વર્ષ સુધી કોઈ જ વ્યાજ નહીં લાગે.

- સિંચાઈ હેઠળ આવતી જમીનને વધારવામાં આવશે.

- જમીનના રેકર્ડનું ડિજિટાઇઝેશન કરવામાં આવશે.

- દરેક પ્રકારના હવામાનમાં દેશના દરેક ગામ સંપર્કમાં રહે તેવો પ્રયાસ કરીશું.
First published: April 8, 2019, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading