બીજેપીના સંકલ્પ પત્રની મહત્વની વાતો, ગરીબોને મળશે વધારે ફાયદો

News18 Gujarati
Updated: April 8, 2019, 3:33 PM IST
બીજેપીના સંકલ્પ પત્રની મહત્વની વાતો, ગરીબોને મળશે વધારે ફાયદો
સંકલ્પ પત્ર શિર્ષકથી જાહેર બીજેપી ચૂંટણી ઢંઢેરાને જોતા પીએમ મોદી અને અમિત શાહ

2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરીશું. કિસાન ક્રેડિટ કાર્ડ પર એક લાખ સુધીની લોન લેવા પર પાંચ વર્ષ સુધી કોઈ જ વ્યાજ નહીં લાગે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીએ સોમવારે મેનેફેસ્ટો જાહેર કરી દીધો છે. બીજેપીએ પોતાના મેનિફેસ્ટોને "સંકલ્પ પત્ર" નામ આપ્યું છે. આ સંકલ્પ પત્રમાં વર્ષ 2022 સુધી 75 સંકલ્પ પૂરા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બીજેપીએ પોતાના મેનિફેસ્ટોમાં નીચેની વાતો પર ખાસ ધ્યાન આપ્યું છે.

ખેડૂતો માટે શું?

2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરીશું. કિસાન ક્રેડિટ કાર્ડ પર એક લાખ સુધીની લોન લેવા પર પાંચ વર્ષ સુધી કોઈ જ વ્યાજ નહીં લાગે. ભવિષ્યમાં કિસાન સમ્માન યોજનાનો લાભ વધારે ખેડૂતોને આપવાનું લક્ષ્ય.

ગામડાઓ માટે શું?

2022 સુધી દરેક એવા દરેક વ્યક્તિના પાક્કુ મકાન જે હાલ કાચા મકાનમાં રહે છે અથવા જેમની પાસે રહેવા માટે ઘર નથી. જળ જીવન મિશન શરૂ થશે, જે અંતર્ગત દરેક પરિવારને પીવાનું સ્વચ્છ પાણી મળશે. 2022 સુધી દરેક ગ્રામ પંચાયત ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક સાથે જોડાયેલી હશે.

આ પણ વાંચો : નાના ખેડૂતો-દુકાનદારોને પેન્શન, મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકથી સુરક્ષાનો વાયદોઅન્ય જાહેરાત:

- યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ થશે.
- દેશમાં ગેરકાયદે ઘુસણખોરીને રોકવામાં આવશે.
- સરકાર સિટિઝનશીપ અમેન્ડમેન્ટ બિલ પાસ કરાવશે, આનાથી કોઈ પણ રાજ્યની ઓળખ પર સંકટ નહીં આવે.
- દેશની સુરક્ષા માટે સરકાર કોઈ જ બાંધછોડ નહીં કરે.
- રામ મંદિરના નિર્માણ માટે સરકાર તમામ જરૂરી રસ્તા શોધશે. બહું ઝડપથી રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
- દેશના નાના દુકાનદારોને પણ 60 વર્ષ પછી પેન્શન આપવામાં આવશે.
- સિંચાઈના જે કામો અધૂરા છે તેના પૂરા કરવામાં આવશે.
- જમીનના દરેક દસ્તાવેજ ઓનલાઇન થશે.
- એન્જિનિયરિંગ કોલોજેમાં બેઠકોનો સંખ્યા વધારવમાં આવશે.
- લો કોલેજોમાં બેઠકોની સંખ્યા વધારવામાં આવશે.

આ પણ વાંચો : બીજેપીનો સંકલ્પ પત્ર : કલમ 370 અને 35A હટાવવાનું વચન

- દરેક પરિવારને રહેવા માટે પાક્કુ મકાન મળશે.
- દરેક ગરીબ પરિવારોને એલપીજી ગેસ સિલિન્ડર મળશે.
- દરેક ઘરમાં શૌચાલય હશે, હાલ 90 ટકા ઘરોમાં શૌચાલયનું લક્ષ્ય પૂર્ણ થઈ ગયું છે.
- દરેક ઘરમાં પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવામાં આવશે.
- નેશનલ હાઇવેની લંબાઈ બે ગણી કરવામાં આવશે.
- 2022 સુધી દરેક રેલવે ટ્રેકના વિદ્યુતિકરણનું કામ પૂરું કરવામાં આવશે.
- 75 નવી મેડિકલ અને પોસ્ટ મેડિકલ કોલેજ ખોલવામાં આવશે.
- ડોક્ટર્સની સંખ્યા વધારાવામાં આવશે. પ્રત્યેક 1400 લોકો વચ્ચે એક ડોક્ટર તહેનાત હશે.

આ પણ વાંચો : બીજેપીનો સંકલ્પ પત્ર : નાના ખેડૂતો માટે પેન્શન, 5 વર્ષ સુધી વ્યાજ વગરની લોન
First published: April 8, 2019, 1:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading