મોસુલ પરથી ધ્યાન ભટકાવવા બીજેપીએ FB ડેટા લીકમાં અમારું નામ જોડ્યું: રાહુલ

 • Share this:
  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફેસબુક ડેટા લીક મામલે મૌન તોડતા સરકાર પર પલટવાર કર્યો છે. રાહુલના જણાવ્યા પ્રમાણે સરકાર ઇરાકના મોસુલમાં 39 ભારતીયોની હત્યા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુરુવારે સવારે તેમણે ટ્વિટ કરતા લખ્યું હતું કે, ફેસબુક ડેટા લીક મામલે કોંગ્રેસનું નામ જોડી દેવામાં આવ્યું, જેના કારણે મીડિયા ઇરાકના મોસુલનો બનાવ ભૂલી જાય.

  શું છે બીજેપીનો આરોપ?

  કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદે બુધવારે ફેસબુક ડેટા લીક મામલે કોંગ્રેસ કનેક્શન હોવાનો દાવો કર્યો હતો. તેમણે એક ખબરનો ઉલ્લેખ કરતાં સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસને કેમ્બ્રિઝ અનાલિટિકા સાથે કેમ પ્રેમ છે? કોંગ્રેસ તેનો ઉપયોગ કેમ કરી રહી છે? આ સંગઠન રાહુલની સોશિયલ મીડિયા પ્રોફાઈલ માં શું ભૂમિકા છે? શું કોંગ્રેસ હવે ચૂંટણી જીતવા માટે ડેટા ચોરીનો ઉપયોગ કરશે? શું સેક્સ, સ્લીઝ અને ફેક ન્યૂઝના રસ્તાને અપનાવશે. કે જેવી રીતે કેમ્બ્રિઝ એનાલિટિકાએ કર્યો?

  કોંગ્રેસનો જવાબ

  કોંગ્રેસના રણદીત સુરજેવાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય કેમ્બ્રિઝ એનાલિટિકાની સેવા નથી લીધી. આ વાત કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનું સફેદ જુઠ્ઠાણું છે. આ કોંગ્રેસ વિરુદ્ધ તેમને એજન્ડા છે. સુરજેવાલાએ
  વધુમાં કહ્યું કે, બીજેપીની ફેક ન્યૂઝ ફેક્ટ્રીએ આજે વધુ એક ફેક પ્રોડક્ટ લોંચ કરી છે. એવું લાગે છે કે જાણે ફેક સ્ટેટમેન્ટ, ફેક પ્રેસ કોન્ફરન્સ અને ફેક એજન્ડા જ બીજેપીનું ચરિત્ર બની ગયું છે. બીજેપી અને જેડીયૂએ કંપનીની સેવા લીધી હતી.
  તેમણે કહ્યું કે ભારતમાં obi નામની કંપનીની પાર્ટનર છે. ઓબી બીજેપીના ગઠબંધનવાળી એક પાર્ટીના નેતાના પુત્રની કંપની છે.

  શું છે આખો કેસ?

  પોલિટિકલ ડેટા એનાલિસિસ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર પાંચ કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા ચોરીને તેના ખોટા ઉપયોગનો આરોપ લાગ્યો છે. આ આરોપ બાદ ફેસબુક મુશ્કેલીમાં આવી છે.

  કાયદા મંત્રીની ધમકી

  કાયદો અને ન્યાય તેમજ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિ શંકર પ્રસાદે ચેતવણી આપતા કહ્યું કે જો ફેસબુક દ્વારા ભારતીય ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેશે.
  Published by:Vinod Zankhaliya
  First published: