MPમાં રાજનીતિક સંકટ : કોંગ્રેસના 18 MLA બેંગલુરુમાં, રાજ્યપાલે કેન્સલ કરી રજાઓ, કમલનાથની કેબિનેટ બેઠક

ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે વિધાયક દળની બેઠક બોલાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે વિધાયક દળની બેઠક બોલાવી

  • Share this:
    નવી દિલ્હી : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ની રાજનીતિમાં ચાલી રહેલા ઉથલ-પુથલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે વિધાયક દળની બેઠક બોલાવી છે. જાણકારી પ્રમાણે આ બેઠક સાંજે 7 કલાકે થશે. આ વચ્ચે સમાચાર છે કે મંગળવારે સવારે 6.40 કલાકે ફ્લાઇટમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan)સાથે વરિષ્ઠ નેતા નરોત્તમ મિશ્રા પણ દિલ્હીથી ભોપાલ માટે રવાના થશે.  કોંગ્રેસના 18 MLA બેંગલુરુમાં છે. બીજી તરફ કમલનાથે રાત્રે કેબિનેટ બેઠક બોલાવી છે.

    મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને પોતાની રજાઓ કેન્સલ કરી દીધી છે. રાજભવનના સૂત્રોના હવાલાથી આ સમાચાર મળી રહ્યા છે. રાજ્યપાલ લાલજી ટંડન લખનઉ ગયા હતા પણ તે હવે ભોપાલ પાછા ફરશે તેવી જાણકારી મળી રહી છે. રાજ્યપાલ મંગળવારે ભોપાલ પાછા ફરી રહ્યા છે.

    કમલનાથ સરકાર પર સંકટ વધી રહ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક મનાતા મંત્રીઓ અને ધારાસભ્યોના ફોન સ્વિચ ઓફ છે. રિપોર્ટ છે કે સિંધિયા સર્મથક 6 મંત્રી અને 11 ધારાસભ્ય બેંગલુરુમાં છે. જેમાં ધારાસભ્ય જસવંત જાટવ, મુન્નાલાલ ગોયલ, ગિર્રાજ દંડોતિયા, ઓપીએસ ભદૌરિયા ઉપરાંત કમલનાથ સરકારના મંત્રી પદ્યુમન સિંહ તોમર, મહિલા વિકાસ મંત્રી ઇમરતી દેવી અને સ્વાસ્થ્ય મંત્રી તુલસી સિલાવટ જેવા મોટા નામ સામેલ છે.

    આ પણ વાંચો - MPમાં રાજકીય ડ્રામા : સિંધિયા સમર્થક મંત્રી-ધારાસભ્યોના ફોન બંધ, કમલનાથ સરકાર પર ફરીથી સંકટ

    આ ઘટનાને કારણે મુખ્યમંત્રી કમલનાથ દિલ્હીથી ભોપાલ પહોંચી ગયા છે. સીએમ હાઉસમાં સરકારના મંત્રીઓ અને પાર્ટીના ધારાસભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. સૂત્રોના મુખ્યમંત્રી કમલનાથ પાર્ટીના ધારાસભ્યો અને મંત્રીઓની બ્લેકમેલિંગ અને બીજેપીની ધમકીઓખી નારાજ બતાવવામાં આલી રહ્યા છે. સીએમ હવે બ્લેકમેલિંગ અને દબાણ સહન કરવાના મૂડમાં નથી. જેથી હવે કોઈ મોટો નિર્ણય તે કરી શકે છે.

    મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી કમલનાથે આજે દિલ્હીમાં કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ બહાર નીકળતી વખતે તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. કમલનાથે કહ્યુ કે ભોપાલ જઈ રહ્યો છું. આગળની રણનીતિ ત્યાં જ ઘડવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published: