રાંચીના નગડી પિસ્કા સ્ટેશનની સામે હત્યારાઓએ એક બીજેપી નેતાની ધોળે-દહાડે ગોળી મારી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, રાંચીના નગડી પિસ્કા સ્ટેશન સામે જાહેરમાં બે બાઈક ચાલક યુવાન દ્વારા રોડ પર ઉભા રહેલ બીજેપી નેતા પર અચાનક ગોળી વરસાવી તેમની હત્યા કરી દેવામાં આવી. હત્યા બાદ સ્થાનિક લોકોએ ચક્કાજામ કરી દીધો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મામલો સંભાળ્યો હતો.
પોલીસે હાલમાં મરનાર નેતાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી છે. અને હત્યાના ઘટના સ્થળ પર આવેલ એક હોટલના સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાઓને પકડવા માટે ચક્રોગતીમાન કર્યા છે.
મૃતક પંકજ ગુપ્તાની હત્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, મૃતકના પુત્રએ ઉચ્ચસ્તરની તપાસની માંગ કરી છે, તેમણે કહ્યુ કે, અહીં સામાન્ય લોકો સુરક્ષિત નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર