નવી દિલ્હી. પંજાબના (Punjab) પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને (Captain Amrinder Singh) કેન્દ્ર સરકારમાં (Modi Government) અગત્યનું પદ મળી શકે છે. આ દાવો એક બીજેપી નેતાએ કર્યો છે. બીજેપી નેતા હરજીત સિંહ ગરેવાલે (Harjit Singh Grewal) દાવો કર્યો છે કે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ કેપ્ટનને કૃષિ મંત્રી પણ બનાવવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, કેપ્ટનને પોતાની ભૂમિકા જાતે નક્કી કરવાની છે અને તેમની રોલ કોઈ નક્કી ન કરી શકે. બીજેપી નેતાએ કહ્યું કે, મોદીજી સારા લોકોને પાર્ટીમાં લાવવાનું પસંદ કરે છે.
કેપ્ટનની પીએમ મોદી સાથે મુલાકાતની ખબર એવા સમયે સામે આવી છે જ્યારે પંજાબમાં કોંગ્રેસનો કલેહ ચાલુ છે અને નવજોત સિંહ સિદ્ધુએ PPCCના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન મોદી સાથે સંભવિત મુલાકાત પહેલા કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી તો બીજી તરફ આજે સવારે તેમણે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ (NSA Ajit Doval) સાથે મુલાકાત કરી હતી. ડોભાલ સાથેની મુલાકાત બાદ તેઓ પોતાના એક નિકટતમ વ્યક્તિથી દસ્તાવેજ મોકલ્યા.
નોંધનીય છે કે, કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી છે. અમરિંદર સિંહ અને અમિત શાહની આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. બેઠક પછી કેપ્ટન અમરિંદર સિંહે ટ્વિટ કરીને કહ્યું હતું કે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. કૃષિ કાયદાઓ (New Farm Laws) સામે લાંબા સમયથી ચાલી રહેલા પ્રદર્શન પર વાતચીત કરી અને તેમને કાયદાઓને નિરસ્ત કરીને એમએસપીની ગેરન્ટી આપીને આ સંકટને ખતમ કરવાનો આગ્રહ કર્યો. સાથે પાક વિવિધિકરણમાં પંજાબના સમર્થનને પણ વ્યક્ત કર્યો.
બીજી તરફ, કેપ્ટનની અમિત શાહી મુલાકાત બાદ પંજાબ સરકારના મંત્રી રાજ કુમાર વેરકાએ જણાવ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી બીજેપીમાં સામેલ નહીં થાય. તેમણે કહ્યું કે કેપ્ટન અમરિંદર સિંહ પાર્ટીથી થોડા નારાજ છે પરંતુ તેમને મનાવી લેવામાં આવશે. વેરકાએ કહ્યું કે, જ્યાં સુધી ખેડૂતોના મુદ્દાઓ ઉકેલાશે નહીં ત્યાં સુધી કોઈ પણ નેતા બીજેપીમાં નહીં જાય, પંજાબના લોકો તેમને મંજૂર નહીં કરે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર