બીજેપીના વરિષ્ઠ નેતા (BJP leader) અને ઉડુપી ગવર્નમેન્ટ પ્રી-યુનિવર્સિટી કોલેજ ડેવલપમેન્ટ કમિટીના વાઈસ ચેરમેન યશપાલ સુવર્ણા (Yashpal Anand Suvarna)એ કોલેજ પરિસરમાં હિજાબ પહેરવાની માંગ કરનારી (Poster Girls of Hijab Controversy) અને કર્ણાટક હાઇકોર્ટ (Karnataka High Court)ના દરવાજા ખખડાવનારી છોકરીઓને દેશદ્રોહી ગણાવી છે જે એક આતંકવાદી સંગઠનની સભ્ય છે, તેમનો ઇશારો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની વિદ્યાર્થી પાંખ કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI) તરફ હતો.
કોર્ટે મંગળવારે કેમ્પસમાં યુનિફોર્મની સાથે હિજાબ પહેરવાની પરવાનગી માંગતી છોકરીઓની અરજીને ફગાવી દીધી હતી. હિજાબ એક આવશ્યક ધાર્મિક પ્રથા છે તેવી તેમની દલીલને નકારીને કોર્ટે હિજાબ અને કેસરી સ્કાર્ફ અને યુનિફોર્મની આવશ્યકતા પર પ્રતિબંધ મૂકતા સરકારી પરિપત્રને સમર્થન આપ્યું હતું.
બીજેપીના અન્ય પછાત વર્ગો (ઓબીસી) મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ સુવર્ણાએ કહ્યું, "છોકરીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ એક આતંકવાદી સંગઠનની સભ્ય છે અને વિદ્યાર્થિનીઓ નથી. તે હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ નિવેદન આપીને વિદ્વાન ન્યાયાધીશોની અવહેલના કરી રહી છે. મીડિયામાં તેમનું નિવેદન કોર્ટની અવમાનના સમાન છે.
સુવર્ણાએ કહ્યું, “જ્યારે આ વિદ્યાર્થિનીઓ વિદ્વાન ન્યાયાધીશો દ્વારા આપવામાં આવેલા ચુકાદાને રાજકીય રીતે પ્રેરિત અને કાયદાની વિરુદ્ધ કહે છે ત્યારે આપણે તેમની પાસેથી દેશ માટે શું અપેક્ષા રાખવી જોઈએ? તેઓએ સાબિત કર્યું છે કે તેઓ રાષ્ટ્ર વિરોધી છે." સુપ્રિમ કોર્ટમાં જવાનો નિર્ણય લેનાર યુવતીઓ અંગે તેમણે કહ્યું કે હાઈકોર્ટનો આદેશ રાજ્ય પૂરતો મર્યાદિત રહેશે પરંતુ સુપ્રીમ કોર્ટે આપેલો આદેશ સમગ્ર દેશમાં લાગુ પડશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર