BJP નેતા ઉમા ભારતીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હરિદ્વારની પાસે થયા ક્વૉરન્ટિન

BJP નેતા ઉમા ભારતીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હરિદ્વારની પાસે થયા ક્વૉરન્ટિન
કોરોનાની જાણકારી મળતાં ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વારની વચ્ચે સ્થિત વંદે માતરમ કુંજમાં પોતાને ક્વૉરન્ટિન કરી દીધા

કોરોનાની જાણકારી મળતાં ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વારની વચ્ચે સ્થિત વંદે માતરમ કુંજમાં પોતાને ક્વૉરન્ટિન કરી દીધા

  • Share this:
    નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા ઉમા ભારત (Uma Bharti)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. ઉમા ભારતીએ પોતે કોરોના (COVID-19) સંક્રમિત હોવાની જાણકારી જાતે ટ્વિટ કરીને આપી છે. કોરોનાની જાણકારી મળતાં ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વારની વચ્ચે સ્થિત વંદે માતરમ કુંજમાં પોતાને ક્વૉરન્ટિન કરી દીધા છે. નોંધનીય છે કે ઉમા ભારતી છેલ્લા કેટલાક દિવસોથી પહાડોની યાત્રા કરી રહી છે. તેઓએ હાલમાં કેદારનાથના દર્શન કરતો એક વીડિયો પણ શૅર કર્યો હતો.

    બીજેપી નેતા ઉમા ભારતીએ ટ્વિટ કરીને લખ્યું છે કે હું આપને જાણકારી આપી રહી છું કે હું આજે મારી પહાડની યાત્રાને સમાપ્તિના અંતિમ દિવસે પ્રશાસનને આગ્રહ કરીને કોરોના ટેસ્ટ માટે બોલાવ્યા કારણ કે મને 3 દિવસથી હળવો તાવ હતો. મેં હિમાલયમાં કોવિડની તમામ ગાઇડલાઇન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું. તેમ છતાંય હું કોરોના પોઝિટિવ થઈ છું.



    આ પણ વાંચો, NDAની સૌથી જૂની પાર્ટીએ છેડો ફાડ્યો, આવી રહી BJP-અકાળી દળની 23 વર્ષની સફર

    ઉમા ભારતીએ જણાવ્યું કે હું હાલ હરિદ્વાર તથા ઋષિકેશની વચ્ચે વંદે માતરમ કુંજમાં ક્વૉરન્ટિન છું જે મારા પરિવાર જેવું છે. 4 દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાવીશ અને સ્થિતિ આવી જ રહી તો ડૉક્ટરોની સલાહ મુજબ નિર્ણય લઈશ. મારા સંપર્કમાં આવેલા લોકોને અપીલ છે કે તેઓ પોતાના કોરોના ટેસ્ટ કરાવે અને તકેદારી રાખે.

    આ પણ વાંચો, ભોપાલ રેલવે સ્ટેશન પર 22 વર્ષીય યુવતી સાથે રેલવેના કર્મચારીઓએ કર્યો ગેંગરેપ, એક આરોપી ઝડપાયો

    કેદારનાથ દર્શન દરમિયાન ઉત્તરાખંડના શિક્ષણ મંત્રી થયા હતા કોરોના પોઝિટિવ

    નોંધનીય છે કે, આ પહેલા 23 સપ્ટેમ્બરે ઉમા ભારતીએ ટ્વિટ કરીને એ વાતની જાણકારી આપી હતી કે કેદારનાથમાં તેમની સાથે રહેલા ઉત્તરાખંડના શિક્ષણ મંત્રી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે શ્રી કેદારનાથ બાબાના દર્શન કરીને કાલે જ્યારે હું રૂદ્રપ્રયાગ પહોંચી તો સાંજે 7 વાગ્યે સમાચાર મળ્યા કે મારા સાથે શ્રી કેદારનાથજીમાં રહેલા ઉત્તરાખંડના શિક્ષણ મંત્રી શ્રી ધનસિંહ રાવતજી કોરોના પોઝિટિવ થયા છે. ધનસિહ રાવતજી શ્રી કેદારનાથજીમાં મારી સાથે જ હતા.
    Published by:Mrunal Bhojak
    First published:September 27, 2020, 08:57 am

    टॉप स्टोरीज