મોદીએ સુષમાના પરિવારજનોને સાંત્વના આપી # પીએમ મોદીએ સવારે સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી હતી.
9:56 (IST)
વડાપ્રધાન મોદી સવારે સાડા નવ વાગ્યે સુષમા સ્વરાજના ઘરે પહોંચ્યા હતા શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ મોદીએ સુષમાને પરિવારના સભ્યો સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી હતી.
9:45 (IST)
સુષમા સ્વરાજના નિધન પર બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ શોક જાહેર કર્યો છે. ટ્વિટર પર તેમણે એક પત્ર જાહેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, 'સુષમાનું જવું દેશ માટે મોટી ક્ષતિ છે, સાથે જ વ્યક્તિગત રીતે તેમના માટે પણ આ મોટી ક્ષતિ છે.'
9:40 (IST)
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જંતર મંતર નજીક આવેલા સુષમાના ઘરે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે હૃદય રોગનો હુમલો આવવાથી નિધન થયું છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષમાને ગંભીર હાલતમાં મંગળવારે રાત્રે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે ત્રણ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા તેમના મૃતદેહને તેમના ઘરે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. સુષમા ઘણા લાંબા સમયથી બીમાર હતા. સુષમાએ મોતના ત્રણ કલાક પહેલા જ આર્ટિકલ 370 પર ટ્વટિ કર્યું હતું. સુષમાએ સ્વાસ્થ્યને કારણે 2019ની લોકસભાની ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો.