બાંદા : ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh)બાંદા શહેરના કોતવાલી ક્ષેત્રમાં ઇન્દિરા નગર વિસ્તારમાં ભાજપાની (bjp)મહિલા નેતા અને જિલ્લા પંચાયત સભ્ય શ્વેતા સિંહ ગૌરના મોત (shweta singh gaur suicide case)મામલે હવે ધીરે-ધીરે ખુલાસા સામે આવી રહ્યા છે. શ્વેતા સિંહ ગૌરના મોત મામલે શુક્રવારે પોલીસે તેના પતિ દિપક સિંહ ગૌરની ( Deepak Singh Gaur)ધરપકડ કરી છે. જ્યારે શનિવારે એક ઓડિયો વાયરલ ( audio viral)થઇ રહ્યો છે. જેમાં બે વ્યક્તિ દેહ વેપારના સિલસિલામાં વાત કરતા જોવા મળી રહ્યા છે.
ઓડિયોમાં એક અવાજ દિપક સિંહનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપી પતિ દિપક સિંહ યુવતીઓની ડિમાન્ડ માટે પૈસાની ડીલ કરતો સંભળાય છે. ન્યૂઝ 18 વાયરલ ઓડિયોની પૃષ્ટી કરતું નથી.
શ્વેતા સિંહની સંદિગ્ધ સ્થિતિમાં મોતની ઘટના પછી ઇન્ટરનેટ, મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. એવી તસવીરો પણ વાયરલ થઇ રહી છે જે કોઇ બીજો જ ઇશારો કરી રહી છે. દિપક પર આરોપ છે કે તે પોતાની પત્ની શ્વેતાને ગાળો આપતો હતો અને અપમાન પણ કરતો હતો. આ પ્રકારના ઘણા વીડિયો વાયરલ પણ થયા છે. દિપક સિંહે શ્વેતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી.
શ્વેતાએ ઝઘડા દરમિયાન પોતાના પતિને કહ્યું કે મારી દીકરીઓ છે તેથી તે અહીં આવશે નહીં. પત્નીની સમસ્યાથી બિન્દાસ્ત દિપક ઉંચા અવાજમાં તેની વાત કાપતા કહ્યું કે તું અહીં નહીં રહે શ્વેતા. અલગ-અલગ વીડિયોમાં પત્ની શ્વેતા રાજેશ સિંહને ઘરે ન લાવવાની પતિને વિનંતી કરી રહી હતી. એ પણ બતાવવામાં આવી રહ્યું છે કે દીકરો મેળવવાની ઇચ્છામાં શ્વેતાને ટોર્ચર કરવામાં આવતી હતી. કારણ કે તેમને બે દીકરી છે. દીકરો નથી.
પૂર્વ ડીઆઈજી સહિત 3 આરોપી ફરાર
ઘટના પછી પોલીસ તપાસમાં લાગી ગઇ છે. દિપકના માતા-પિતા અને એક મોટા ભાઇ ઉપર પણ કેસ નોંધાયો છે. ચાર આરોપીઓ સામે શ્વેતા સિંહના પરિવારજનોએ કેસ નોંધાવ્યો છે. એક આરોપી દિપક સિંહની પોલીસે ધરપકડ કરી છે. હજુ 3 આરોપી પોલીસની પકડથી દૂર છે. શ્વેતાના સસરા રિટાયર્ડ આઈપીએસ રાજબહાદુર સિંહ પણ આ કેસમાં આરોપી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર