Home /News /national-international /ભાજપની મહિલા નેતાનો નોકરાણી પર અમાનુષી અત્યાચાર, બંધક બનાવી શરીર પર આપ્યાં ડામ

ભાજપની મહિલા નેતાનો નોકરાણી પર અમાનુષી અત્યાચાર, બંધક બનાવી શરીર પર આપ્યાં ડામ

બીજેપી મહિલા નેતા

BJP leader Seema Patra: સુનિતાએ જાણકારી આપી તે અનુસાર તેને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી અને ખાવા પીવાનું પણ આપવામાં આવતું ન હતું. જેના કારણે તેની શરીરમાં નબળાઈ આવી ગઈ હતી. તે યોગ્ય રીતે ઊભી પણ નહોતી થઈ શકતી તેમ છતાં તેને કામ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: પૂર્વ IAS અધિકારીના પત્ની અને ભાજપ નેતા સીમા પાત્રા (seema patra) પર તેમની નોકરાણી સુનિતાએ અનેક ગંભીર આરોપો મૂક્યા છે. સુનિતાએ જણાવ્યું કે, સીમા પાત્રાએ લોખંડની વસ્તુથી માર મારીને તેણીના દાંત તોડી નાખ્યા છે. ગરમ તવાથી શરીરના અનેક ભાગો પર ડામ આપ્યા છે, જેના નિશાન હજુ પણ જોવા મળી રહ્યા છે. તેમના પુત્ર આયુષ્માને નોકરાણી સુનિતાને બચાવી છે અને તેમના પુત્રને કારણે જ તે હાલ જીવિત છે.

સુનિતાએ જાણકારી આપી તે અનુસાર તેને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી અને ખાવા પીવાનું પણ આપવામાં આવતું ન હતું. જેના કારણે તેની શરીરમાં નબળાઈ આવી ગઈ હતી. તે યોગ્ય રીતે ઊભી પણ નહોતી થઈ શકતી તેમ છતાં તેને કામ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. પોલીસે સુનિતાનું રેસ્ક્યૂ કર્યું છે અને રિમ્સ હોસ્પિટલમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.

ડોકટરોએ જણાવ્યું કે, સુનિતાને હોસ્પિટલ લાવવામાં આવી હતી, ત્યારે તેનામાં ખૂબ જ નબળાઈ હતી. ધીરે ધીરે તેની શારીરિક સ્થિતિમાં સુધારો આવશે. અરગોડા પોલીસ ઈન્સ્પેક્ટર વિનોદ કુમારે જણાવ્યું કે, સુનિતા હાલ સારવાર હેઠળ છે. તે સ્વસ્થ થશે ત્યારબાદ કોર્ટમાં તેનું નિવેદન લેવામાં આવશે. સુનિતાના નિવેદન બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ધરાર પ્રેમીએ કરી સગીરાની હત્યા, મહેસાણાનો હચમચાવી દેતો બનાવ

સીમા પાત્રાના બહાને દીપિકાનો ભાજપ પર હલ્લાબોલ


આ મામલે કોંગ્રેસ ધારાસભ્ય દીપિકા સિંહ પાંડેએ ભાજપને ઘેર્યું છે. ટ્વિટમાં ભાજપના દિગ્ગજ નેતાઓને ટેગ કર્યા છે અને કહ્યું કે, તમારા નેતા સીમા પાત્રાને શરમ આવવી જોઈએ, જેણે એક મહિલાને બંધક બનાવીને તેની સાથે ક્રૂરતાની તમામ હદ પાર કરી દીધી. તેની કહાની શબ્દોમાં વર્ણવી ન શકાય.
" isDesktop="true" id="1244448" >

ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, પાવર અને પૈસાના જોર પર એક યુવતીના દાંત તોડી નાખ્યા. ગરમ તવાથી શરીર પર ડામ આપ્યા અને અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો. સ્મૃતિ ઈરાની કેમ દેખાતા અને ભાજપનો મહિલા મોરચો શું કરે છે? શું તમારી નજરમાં ગરીબ આદિવાસી યુવતી તમારી દ્રષ્ટિએ માણસ નથી? રસ્તા પર ઉતરો અને આ ઝુલ્મીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરો. મહિલા આયોગ સીમા પાત્રા સામે કાર્યવાહી કેમ કરતું નથી?
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन