માયાવતી ‘રાજકીય હતાશા’નો શિકાર; સ્મૃતિ લોપ થયો છે: ભાજપ નેતા

News18 Gujarati
Updated: May 13, 2019, 12:29 PM IST
માયાવતી ‘રાજકીય હતાશા’નો શિકાર; સ્મૃતિ લોપ થયો છે: ભાજપ નેતા
માયાવતી

ભાજપનાં નેતા દિનેશ શર્માએ એમ પણ દાવો કર્યો કે, માયાવતીની સ્મૃતિ ઝાંખી થઇ રહી છે.

  • Share this:
લખનઉ: ઉત્તર પ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતી રાજકીય હતાશામાંથી પસાર થઇ રહ્યા છે, કેમ કે, તેમને હાર દેખાઇ રહી છે. અને એટલા માટે જ, તેઓ તેમની ધીરજ ગુમાવી રહ્યા છે.

શર્માએ એમ પણ દાવો કર્યો કે, માયાવતીની સ્મૃતિ ઝાંખી થઇ રહી છે. આ તમામ લક્ષણો ચોખ્ખા જોઇ શકાય છે અને એ તેમના નિવેદનોમાં સ્પષ્ટ જણાય છે. માયાવતીને રાજકીય આરોગ્યનાં ટોનિકની જરૂર છે.”.

બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કર્યુ છે અને માયાવતી તેના મુખ્ય નેતા છે. માયાવતી નિયમીત રીતે ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરે છે. માયાવતી વારંવાર કહે છે કે, કેન્દ્રમાં રહેલી સરકાર તાનાશાહ છે અને વિરોધ પક્ષનાં નેતાઓને ડરાવવા માટે વિવિધ એજન્સીઓનો ઉપયોગ કરે છે.

માયાવતીએ આ પહેલા કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર નક્સલવાદ અને આતંકવાદને ખતમ કરવામાં નિષ્ફળ નિવડી છે.

બીજા તબ્બકાનાં મતદાન પહેલા ચૂંટણી પંચ દ્વારા માયાવતી પર 48 કલાકનો પ્રચાર માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

જો કે, માયાવતીએ ભાજપનાં નેતાઓ પર પ્રહારો ચાલુ જ રાખ્યા હતા. ઉત્તર પ્રદેશમાં ભાજપનો સામનો સપા-બસપાનાં ગઠબંધન સામે છે. ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકો છે અને કેન્દ્રમાં સત્તા મેળવવા માટે તમામ પક્ષો માટે આ રાજ્ય મહત્વનું ગણાય છે.ભાજપનાં નેતા દિનેશ શર્માએ જણાવ્યુ કે, માયાવતીની રાજકીય હતાશા વધશે કેમ કે, તે હજુ વધારે અનાપ-સનાપ નિવેદનો આપશે.

માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફર્જી પછાત કહ્યા હતા અને કહ્યુ હતું કે, દલિતો પર થઇ રહેલા અત્યાચાર મામલે મોદીએ રાજીનામું આપી દેવુ જોઇએ.
First published: May 13, 2019, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading