કૉંગ્રેસે રાફેલ મામલે જૂઠાણું ફેલાવ્યું, રાહુલ ગાંધી દેશની માફી માંગે : રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ પર નિશાન સાધ્યું.

રાફેલ પ્લેન ડીલ સાથે જોડાયેલી તમામ પુનર્વિચાર અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે

 • Share this:
  નવી દિલ્હી : રાફેલ પ્લેન સોદા (Rafale deal) સાથે જોડાયેલા અપરાધિક અનાદર કેસમાં સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ રાહુલ ગાંધીની માફી સ્વીકારી લીધી છે. સાથોસાથ આ ડીલ સાથે જોડાયેલી તમામ પુનર્વિચાર અરજીઓને (Review Petitions) ફગાવી દીધી છે. ત્યારબાદ બીજેપી (BJP) નેતા રવિશંકર પ્રસાદ (Ravi shankar Prasad)એ કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યુ કે, રાફેલ ડીલ પર કૉંગ્રેસે જૂઠાણું ફેલાવ્યું છે. રાહુલ ગાંધીને દેશની માફી માંગવી જોઈએ.

  બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યુ કે, જેમના હાથ સમગ્રપણે ભ્રષ્ટાચાર (Corruption)થી રંગાયેલા છે, દેશની સુરક્ષા સાથે જેઓએ ચેડા કર્યા છે તેઓ પોતાના પ્રાયોજિત રાજકીય કાર્યક્રમને કોર્ટમાં ન્યાયની પુકાર તરીકે પ્રસ્તુત કરી રહ્યા હતા. તેઓએ કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે રાફેલ મામલા પર પૂરી પ્રક્રિયાને તપાસી અને તેને યોગ્ય ગણાવી. કિંમતની પ્રક્રિયાને પણ તપાસી અને યોગ્ય ગણાવી. સુપ્રીમ કોર્ટે ઑફસેટની પ્રક્રિયાને પણ યોગ્ય ઠેરવી છે.

  રવિશંકર પ્રસાદે કહ્યુ કે, જ્યારે તેઓ (કૉંગ્રેસ) સુપ્રીમ કોર્ટથી હારી ગયા તો તેઓએ તેને લોકસભા ચૂંટણીમાં પોતાનો મુદ્દો બનાવ્યો. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે અમારા લોકપ્રિય અને ઈમાનદાર નેતાને ચોર કહ્યા છે. તેઓએ કહ્યુ કે, કૉંગ્રેસ જૂઠું બોલી છે. અમારા ઈમાનદાર વડાપ્રધાનની વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. ભારતની વિદેશમાં શાખ ઘટાડવાનો પ્રયાસ કર્યો.

  રવિશંકર પ્રસાદે કહ્યુ કે, તેથી આજે રાહુલ ગાંધીને દેશની માફી માંગવાની જરૂર છે કારણ કે સુપ્રીમ કોર્ટે આજે માનહાનિ પર માફી માંગતા તમને છોડ્યા છે. કોર્ટે તો માફી માંગતા તમને છોડી દીધા પરંતુ શું દેશની જનતાની આંખો મેળવવા માટે તમે માફી માંગશો?

  આ પણ વાંચો,

  ચુકાદાનો દિવસ : રાફેલમાં સરકારને રાહત, સબરીમાલા કેસ લાર્જર બેંચને સોંપાયો, રાહુલની માફી મંજૂર
  મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પર શિવસેનાનો કટાક્ષ, 'દયા કુછ તો ગડબડ હૈ'
  Published by:Mrunal Bhojak
  First published: